🔥 ट्रेंडिंग फैंस का दावा: 'जेलर 2' ट्रेलर में दिखे... कॉमरेड कल्याण का आधिकारिक ट्रेलर रिलीज... യുവതിയുടെ മരണം;ആൺസുഹൃത്ത് പോലീസ് പിടിയ... द टाइम्स ऑफ इंडिया ने फिल्म 'हाइकू' का... एयर मार्शल अशुतोष दिक्षित को भारतीय वा... कोर्ट ने आदेश दिया: उत्तराखंड पीडब्ल्य...
06 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
વંથલીના શાપુર ગામે જુગારધામ પર પોલીસનો દરોડો: 6 ઇસમો ઝડપાયા
अपराध

વંથલીના શાપુર ગામે જુગારધામ પર પોલીસનો દરોડો: 6 ઇસમો ઝડપાયા

✍️ रिपोर्टर: Bhalodiya Samirkumar 🗓 22 अग. 2026, 02:17 PM 👁 54
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વંથલી પોલીસે શાપુર ગામે ઓઝાત દરવાજા પાસે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વંથલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા શાપુર ગામે ઓઝાત દરવાજા પાસે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમી વંથલી પોલીસને મળી હતી. આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડીને જુગાર રમતા 6 ઇસમોને રંગેહાથ ઝડપી પાડ્યા હતા.

પોલીસની આ કાર્યવાહી દરમિયાન સ્થળ પરથી જુગારના સાધનો અને રોકડ રકમ મળી કુલ ₹15,410નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જાહેરમાં ચાલતા આ જુગારધામ પર પોલીસ દ્વારા કરવામાં આવેલી આ આકસ્મિક કાર્યવાહીને પગલે વિસ્તારમાં જુગાર રમતા તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.
📲Get App