🔥 ट्रेंडिंग तेलंगाना बीजेपी ने मांगा सीएम का इस्ती... रेवंत रेड्डी ने मांगे अधिक अमेरिकी वीज... ओडिशा में भारी बारिश की चेतावनी शेख हसीना बांग्लादेश लौटी सौम्या मौत मामले में चार्जशीट दाखिल केरल एचसी ने विस्वदीप्थि घोटाले की जां...
06 अग. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
*વીરપુર સામુહિક આરોગ્ય કેન્દ્રની સેવાઓ નવા સ્થળે સ્થળાંતરિત, 6 ઓગસ્ટથી નવી જગ્યાએ મળશે સારવાર*
स्वास्थ्य

*વીરપુર સામુહિક આરોગ્ય કેન્દ્રની સેવાઓ નવા સ્થળે સ્થળાંતરિત, 6 ઓગસ્ટથી નવી જગ્યાએ મળશે સારવાર*

✍️ रिपोर्टर: SAGAR PATEL 🗓 05 अग. 2026, 10:16 PM 👁 30

વીરપુર સામુહિક આરોગ્ય કેન્દ્રનુ જર્જરિત મકાન 40થી45 વર્ષે જર્જરિત થતા આખરે દર્દીઓ માટે બંધ કરાયું.. તમામ સેવાઓ જૂની એસ. બી.આઈ.બેન્કની બાજુમાં સ્ટાફ ક્વાટર્સ જુના પોલીસ સ્ટેશન સામે

*વીરપુર સામુહિક આરોગ્ય કેન્દ્રની સેવાઓ નવા સ્થળે સ્થળાંતરિત, 6 ઓગસ્ટથી નવી જગ્યાએ મળશે સારવાર*

વીરપુર સામુહિક આરોગ્ય કેન્દ્રનુ જર્જરિત મકાન 40થી45 વર્ષે જર્જરિત થતા આખરે દર્દીઓ માટે બંધ કરાયું..

તમામ સેવાઓ જૂની એસ. બી.આઈ.બેન્કની બાજુમાં સ્ટાફ ક્વાટર્સ જુના પોલીસ સ્ટેશન સામે ખસેડવામા આવેલ છે..


વીરપુર સ્થિત સામુહિક આરોગ્ય કેન્દ્ર(સી.એચ.સી.)નું મુખ્ય હોસ્પિટલ બિલ્ડિંગ જર્જરિત અને ભયજનક હાલતમાં હોવાથી દર્દીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી હોસ્પિટલની તમામ આરોગ્ય સેવાઓને નવા સ્થળે સ્થળાંતરિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.આ અંગે હોસ્પિટલ તંત્ર દ્વારા જાહેર કરાયેલી સૂચના મુજબ ગુરુવાર, તા.
06-08-2026થી તમામ આરોગ્ય સેવાઓ જૂના સ્ટાફ ક્વાર્ટર્સ ખાતે શરૂ કરવામાં આવશે. નવું સ્થળ જૂની એસ.બી.આઈ. બેંકની બાજુમાં તથા જૂના પોલીસ સ્ટેશન પાસે, વીરપુર આવેલું છે.હોસ્પિટલ તંત્રએ જણાવ્યું છે કે જૂના હોસ્પિટલ બિલ્ડિંગમાં પ્રવેશ સંપૂર્ણપણે પ્રતિબંધિત રાખવામાં આવ્યો છે, કારણ કે બિલ્ડિંગ જર્જરિત હાલતમાં હોવાથી કોઈપણ પ્રકારનો અકસ્માત સર્જાય તેવી શક્યતા છે. તેથી તમામ દર્દીઓ તેમજ તેમના સગાસંબંધીઓને સીધા નવા સ્થળે પહોંચવા અને આરોગ્ય સેવાઓનો લાભ લેવા અપીલ કરવામાં આવી છે.સામુહિક આરોગ્ય કેન્દ્ર દ્વારા દર્દીઓ અને નાગરિકોને સહકાર આપવા તેમજ નવી વ્યવસ્થાને સફળ બનાવવા અનુરોધ કરવામાં આવ્યો છે, જેથી આરોગ્ય સેવાઓમાં કોઈ વિક્ષેપ ન આવે અને દર્દીઓને સમયસર સારવાર મળી રહે.
📲Get App