🔥 TRENDING Horticulture Department Rolls Out Free... एन टी पी सी थाना क्षेत्र के बरियारपुरग... सिकंदराराऊ के फुलरई में सड़क निर्माण प... Bangalore Science Museum Offers Free E... Grain Stocks Reach Record Levels Natio... AI-powered interactive displays instal...
22 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

વિરમગામમાં એ-વન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મહારક્તદાન શિબિર યોજાઈ દાતાઓના સહયોગથી 501 યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું

✍️ Reporter: Gilani Asikali 🗓 22 Oct 2026, 08:04 PM 👁 17
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વિરમગામ એ-વન ચેરિટેબલ ટ્રસ્ટ, વિરમગામ દ્વારા દેશના ગૃહ અને સહકાર મંત્રી માનનીય શ્રી અમિતભાઈ શાહના જન્મદિવસ નિમિત્તે તથા પૂર્વ ધારાસભ્ય સ્વ. શ્રી વજુભાઈ ડોડીયા સાહેબની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.આ મહારક્તદાન શિબિર સ્વામી વિવેકાનંદ ટાઉનહોલ, એસબીઆઈ બેંક પાસે, વિરમગામ ખાતે યોજાઈ હતી. જેમાં રક્તદાતાઓએ ઉત્સાહભેર ભાગ લઈને માનવસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
આ શિબિરમાં રક્તદાતાઓના સહયોગથી કુલ 501 યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું. રક્તદાન એ મહાદાન છે અને જરૂરિયાતમંદ દર્દીઓ માટે રક્ત જીવનદાયી સાબિત થાય છે. આ ઉમદા સેવાકાર્ય દ્વારા અનેક જરૂરિયાતમંદ દર્દીઓને મદદરૂપ થવાનો માનવતાભર્યો પ્રયાસ કરવામાં આવ્યો હતો.એ-વન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન શિબિરને સફળ બનાવવા સહયોગ આપનાર તમામ રક્તદાતાઓ, સેવાભાવી કાર્યકરો અને સહયોગીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
રિપોર્ટર આસીક અલી ગીલાણી,
વિરમગામ
📲Get App