Crime
અમરેલી: સાવરકુંડલામાં દારૂનો ધંધો શરૂ કરવા દબાણ કરી 5000ની લાંચ લેતા ASI એસીબીના સકંજામાં
અમરેલીના સાવરકુંડલામાં ફરજ બજાવતા એક એએસઆઈને એસીબીએ લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા છે.
અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. અહીં ફરજ બજાવતા એક એએસઆઈ (ASI) ને લાંચ લેતા રંગે હાથ ઝડપી લેવામાં આવ્યા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, આરોપી એએસઆઈ દ્વારા ફરિયાદીને દારૂનો ધંધો શરૂ કરવા માટે દબાણ કરવામાં આવી રહ્યું હતું. આ કામગીરીના બદલામાં તેમણે ફરિયાદી પાસે 5000 રૂપિયાની લાંચની માંગણી કરી હતી.
લાંચની રકમ સ્વીકારતી વખતે એસીબીની ટીમે છટકું ગોઠવીને આરોપી એએસઆઈને ઝડપી પાડ્યા હતા. હાલ એસીબી દ્વારા આ મામલે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.