🔥 TRENDING ਟੋਲ ਪਲਾਜ਼ਿਆਂ ਨੂੰ ਲੈ ਕੇ ਕੇਂਦਰ ਸਰਕਾਰ ਨੇ... Victim’s Daughter Claims Judicial Bias... Shah Rukh Khan Unveils ‘KING’ Poster w... Vidyut Jammwal Amused by Parody Videos... Elizabeth Rachel Shelley Shares Rare L... New Song 'Pehla Pyaar Doosri Baar' Rel...
27 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

બનાસકાંઠામાં કપચી, મેટલ, ગ્રીટ સહિત માલમાં પ્રતી ટન રૂ.50નો વધારો ઝીંકાયો

✍️ Reporter: Naresh Thakor 🗓 27 Oct 2026, 10:58 AM 👁 11
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
બ.કાં. ક્વોરી એસોસિએશને કપચી, મેટલ, ગ્રીટ, રબ્બર| સહિત બાંધકામમાં વપરાતા મટિરિયલના ભાવમાં પ્રતિ ટન રૂ.50નો વધારો કરવાની જાહેરાત કરી છે. 1 નવેમ્બર, 2026થી નવા ભાવ લાગુ થતાં ઘરનું બાંધકામ કરાવતા| લોકો ઉપરાંત રોડ અને પુલનાં કામ કરતા કોન્ટ્રાક્ટરોને પણ વધારાનો ખર્ચ સહન કરવો પડશે.

વૈશિ્વક યુધ્ધ સહિતના પરિબળોના કારણે કપચી, મેટલ અને રબ્બલના ઉત્પાદન માટે વપરાતા ડીઝલ, વીજળી,] ઓઇલ, ગ્રીસ તેમજ ક્રશર મશીનરીના સ્પેરપાર્ટ્સના ભાવમાં સતત વધારો થઈ રહ્યો હોવાની રજૂઆત બાદ એસોસિએશને બેઠક યોજી ભાવ વધારાનો નિર્ણય કર્યો છે.
આ અંગે બનાસકાંઠા કવોરી એસોસીએરશનના પ્રમુખ ઘેમરભાઇ પટેલે જણાવ્યું હતુ કે, ચાર મહિના અગાઉ નક્કી કરેલા ભાવની સરખામણીએ હવે કપચી, મેટલ, ગ્રીટ, રબ્બલ, વેટમિક્સ, ડસ્ટ અને GSB સહિતના મટિરિયલના| ભાવમાં પ્રત િ ટન રૂ.50નો વધારો થશે.1 નવેમ્બરથી નવા| ભાવ લાગુ થશે.|

ઉત્તર ગુજરાતમાં ભાવ વધારાની સીધી અસર થશે બનાસકાંઠાના ભેમાળ-આંબાઘાટા વિસ્તારને કપચી, મેટલ| અને રબ્બલના ઉત્પાદનના મુખ્ય કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે. અહીંથી મહેસાણા, સાબરકાંઠા, પાટણ, વાવ-થરાદ અને ધાનેરા સહિતના વિસ્તારોમાં બાંધકામ માટે મટિરિયલની સપ્લાય કરવામાં આવે છે. આ વિસ્તારમાં આશરે 50 ક્રશર પ્લાન્ટ, 100 જેટલી રબ્બલની ખાણો અને 25 જેટલા ડામર પ્લાન્ટ કાર્યરત છે. ભાવમાં થયેલા વધારાની આ વિસ્તારોના બાંધકામ ક્ષેત્રને અસર કરશે.
📲Get App