🔥 TRENDING Uttar Pradesh Police Arrest Main Accus... Rajinikanth's 'Jailer 2' to debut on O... Two Arrested in Attempt to Murder Case... Official Tamil Trailer of 'Signal At 1... Tabu’s Top 5 Films and Web Series to W... Times of India Releases Teaser for Fil...
05 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

સુરતના જહાંગીરપુરા પોલીસ મથકમાંથી 4 મિનિટમાં ભાગી છૂટ્યો આરોપી, પોલીસ બેડામાં ભારે દોડધામ

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 21 Oct 2026, 07:00 PM 👁 43
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરતના જહાંગીરપુરા પોલીસ મથકની કસ્ટડીમાં રહેલા આરોપી પ્રદીપે 20 ઓક્ટોબરના રોજ વહેલી સવારે લોકઅપનો દરવાજો ખોલી નાખીને ફરાર થઈ ગયો હતો. આ ઘટના બાદ પોલીસ બેડામાં ભારે દોડધામ અને ક્ષોભજનક સ્થિતિ સર્જાઈ છે.

સુરતના જહાંગીરપુરા પોલીસ મથકમાંથી અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. પોલીસ રિમાન્ડ હેઠળ રહેલો આરોપી પ્રદીપ ઉર્ફે જાડિયો જગદીશભાઈ પાટીલ (ઉં.વ. 21, રહે. વેડરોડ, સુરત) 20 ઓક્ટોબરના રોજ વહેલી સવારે 3:21થી 3:25 વાગ્યાના માત્ર 4 મિનિટના ગાળામાં લોકઅપમાંથી ભાગી છૂટ્યો હતો.

આરોપીએ કોઈક યુક્તિથી લોકઅપનો દરવાજો ખોલી નાખ્યો હતો અને ફરજ પરના પોલીસકર્મીઓની નજર ચૂકવીને ફરાર થઈ ગયો હતો. આ ઘટનાની જાણ થતાં જ જહાંગીરપુરા પોલીસ બેડામાં ભારે દોડધામ અને ક્ષોભજનક સ્થિતિ સર્જાઈ ગઈ હતી.
📲Get App