🔥 TRENDING ધાંગધ્રા, અમદાવાદ હાઈવે પર CNG ટ્રકનું... लखनऊ के ऐतिहासिक बनी हटिया मेले में उम... નર્મદા જિલ્લામાં શિક્ષણને મળશે નવી દિશ... India's Finance Minister Warns Weather... Yogi Adityanath Promises 'Hattrick' fo... Sikkim to Raise Tourist Vehicle Entry...
28 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Business

હવે ઘરનું સપનું થશે 3Dમાં સાકાર : મલેકપુરમાં આરાધ્યા 3D કન્સલ્ટન્ટનો શુભારંભ

✍️ Reporter: Hasmukh Bhoi 🗓 28 Nov 2026, 05:02 PM 👁 44
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
મલેકપુરના હનુમાન ચોક ખાતે આવેલા શિવ શક્તિ શોપિંગ સેન્ટર, નવદુર્ગા લસ્સી સેન્ટરની બાજુમાં આરાધ્યા 3D કન્સલ્ટન્ટ - આર્કિટેક્ચર, એન્જિનિયર એન્ડ પ્લાનરની નવી ઓફિસનું શુભ ઉદ્ઘાટન કરવામાં આવ્યું.

આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે મહીસાગર જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી દશરથભાઈ બારીયા ઉપસ્થિત રહ્યા હતા. તેમના હસ્તે નવી ઓફિસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. પ્રેરક ઉપસ્થિતિમાં મહીસાગર જિલ્લા ભાજપના મહામંત્રી શ્રી તેજસભાઈ શાહ, શ્રી કમલેશભાઈ પાદરીયા, શ્રી ચિંતનભાઈ પટેલ, કોઠા-જિલ્લા પંચાયત સદસ્ય અને જિલ્લા પંચાયત મહીસાગરના ન્યાયસમિતિ ચેરમેન શ્રી રાકેશભાઈ સોલંકી, લુણાવાડા તાલુકા ભાજપના પ્રમુખ ડૉ. અતુલકુમાર દેવેન્દ્રભાઈ પટેલ, લુણાવાડા તાલુકા પંચાયતના પ્રમુખશ્રી શ્રીમતી ભારતીબેન પટેલ તથા મલેકપુરના તાલુકા પંચાયત સદસ્ય શ્રી ભરતભાઈ બારીયા ઉપસ્થિત રહ્યા હતા.

આયોજકોના જણાવ્યા અનુસાર, આ નવી ઓફિસ ખાતેથી આર્કિટેક્ચર, એન્જિનિયરિંગ અને પ્લાનિંગ સંબંધિત સેવાઓ તેમજ 3D ડિઝાઇન અંગેનું માર્ગદર્શન મળી રહેશે. આ પ્રસંગે નિમંત્રક પરિવાર શ્રી કિશનભાઈ મોહનભાઈ ભોઈ, શ્રીમતી સ્મીતાબેન કિશનભાઈ ભોઈ, શ્રી મોહનભાઈ સોમાભાઈ ભોઈ અને શ્રીમતી લલીતાબેન મોહનભાઈ ભોઈ દ્વારા ઉપસ્થિત સૌનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ઉપસ્થિત આગેવાનો, વેપારીઓ અને નાગરિકોએ નવી ઓફિસ માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
📲Get App