🔥 ट्रेंडिंग கோவை மாவட்டத்தில் போதைப் பொருள் எதிர்ப... સુરતમાં બીજપી સંગઠનાત્મક નિમણૂકો, પરેશ... हाई कोर्ट ने एपी चेनसॉ हमले में पुलिस... स्ट. लुइस फिर से विश्व श्रृंखला टीवी द... ईलोईलो ग्रुप ने मार्केटिंग सॉल्यूशंस क... टेलीविजन विज्ञापन ने डिजिटल क्लिक सीमा...
05 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

સુરતમાં 34 વર્ષથી યોજાતા અંબાજીના ગરબામાં ચંદ્રઘંટા સ્વરૂપનો શ્રૃંગાર અને હમશકલ કલાકારોની ઉપસ્થિતિ

✍️ रिपोर्टर: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 15 अक्टू. 2026, 07:55 AM 👁 65
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરતના ઉધના વિસ્તારમાં શ્રી માધવ ગૌશાળા અને Triple K ગ્રુપ દ્વારા આયોજિત નવરાત્રી ગરબામાં ત્રીજા નોરતે માં ચંદ્રઘંટા સ્વરૂપનો શ્રૃંગાર કરાયો હતો. આ પ્રસંગે બોલિવૂડ સેલિબ્રિટીના હમશકલ કલાકારોએ હાજરી આપી ખેલૈયાઓનો ઉત્સાહ વધાર્યો હતો.

સુરતના ઉધના વિસ્તારમાં આવેલી કાશીનગર સોસાયટીમાં નવરાત્રી પર્વ નિમિત્તે ભવ્ય ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રી માધવ ગૌશાળા અને Triple K ગ્રુપ દ્વારા છેલ્લા 34 વર્ષથી પરંપરાગત રીતે માઁ અંબાજીના ગરબાનું આયોજન કરવામાં આવે છે, જે સ્થાનિકોમાં ખૂબ જ લોકપ્રિય છે.

આ વર્ષે નવરાત્રીના ત્રીજા નોરતે માં દેવીના ચંદ્રઘંટા સ્વરૂપનો વિશેષ શ્રૃંગાર કરવામાં આવ્યો હતો. આ દિવ્ય દર્શનનો લાભ લેવા માટે મોટી સંખ્યામાં ભક્તો મંડપ સ્થાને ઉમટી પડ્યા હતા. માતાજીની ભવ્ય પ્રતિમાના દર્શન કરવા માટે ભક્તોનો ઉત્સાહ અનેરો જોવા મળ્યો હતો.

ખેલૈયાઓનો ઉત્સાહ વધારવા માટે બોલિવૂડ સેલિબ્રિટીના હમશકલ કલાકારોને ખાસ મહેમાન તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા. જેમાં દેવાંગ ગોહિલ, પિંકેશ બારોડવાલા, રવિ પટેલ, પિયુષ જરીવાલા, બાબુરાવ સુરત, રવિ ઠાકોર, સુનિલ અને નિખિલ ચાંગાવાલા જેવા કલાકારો ઉપસ્થિત રહ્યા હતા. આ કલાકારોએ પોતાની આગવી શૈલીથી ગરબાના માહોલમાં રંગ ભર્યો હતો.

આ ગરબા આયોજનની સમગ્ર વ્યવસ્થા શ્રી માધવ ગૌશાળાના સમર્પિત ગૌસેવકો અને Triple K ગ્રુપના યુવાનો દ્વારા સંભાળવામાં આવે છે. તેમની મહેનત અને આયોજનના કારણે આ કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થાય છે અને ભક્તો તથા ખેલૈયાઓને એક યાદગાર અનુભવ મળે છે.
📲Get App