🔥 TRENDING India seeks deeper trade and investmen... ಇದು ಕೇವಲ ಒಬ್ಬ ವ್ಯಕ್ತಿಯ ಜೀವನಕಥೆಯಲ್ಲ. ಪ್... JAC Releases JTET 2026 OMR Answer Shee... The Wire Publishes ‘Real India Story L... 151મી જન્મજયંતિ પર ધાનપુરમાં ભગવાન બીર... राज्यपाल बागडे ने दिवंगत डॉ. जसवंत सिं...
15 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

પૂર્વજોએ દાટેલું 32 કિલો સોનું કાઢી આપવાની લાલચ આપી રૂ. 62 લાખની છેતરપિંડી વિરમગામ રૂરલ પોલીસ મથકે ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાઈ,

✍️ Reporter: Gilani Asikali 🗓 15 Nov 2026, 02:59 PM 👁 16
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વિરમગામ રૂરલ પોલીસ મથકે ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાઈ,આરોપીઓને ઝડપી પાડવા પોલીસની કાર્યવાહી
વિરમગામ નજીક આવેલા હાસલપુર ગામમાં પૂર્વજોએ જમીનમાં 32 કિલો સોનું દાટેલું હોવાની લાલચ આપીને એક વ્યક્તિ સાથે રૂ. 62 લાખની છેતરપિંડી કરવામાં આવી હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ મામલે વિરમગામ રૂરલ પોલીસ મથકમાં ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, વર્ષ 2025ના નવેમ્બર મહિનામાં આરોપીઓએ હાસલપુર ગામના વિજયપુરી જગદીશપુરી ગોસ્વામીને તેમના પૂર્વજોએ ઘરમાં 32 કિલો સોનું દાટેલું હોવાનું જણાવી સોનું કાઢી આપવાની લાલચ આપી હતી. ત્યારબાદ આરોપીઓએ રહેણાક મકાનના રૂમમાં ખાડો ખોદાવી પોટલામાં રૂ. 31 લાખ રોકડ રકમ મૂકાવી હતી.
આરોપીઓએ પોટલું રૂમમાં રાખ્યા બાદ જ્યાં સુધી તેઓ કહે નહીં ત્યાં સુધી રૂમ ન ખોલવાની સૂચના આપી હતી. આ દરમિયાન રોકડ ભરેલું પોટલું બદલી તેમાં બાળકોને રમવાની નકલી નોટો મૂકી દેવામાં આવી હતી. આરોપીઓએ ધાર્મિક બાબતોનો ડર બતાવી ફરિયાદીને રૂમ ન ખોલવા જણાવ્યું હતું. બાદમાં પોટલામાંથી રોકડ રકમ ગાયબ હોવાનું સામે આવતાં કુલ રૂ. 62 લાખની છેતરપિંડી થયાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી.આ મામલે મેલડીનગર, વિરમગામના રહેવાસી વિજયપુરી જગદીશપુરી ગોસ્વામીએ વસીમ લાવરા રહેવાસી વિરમગામ, બાપુ ઉર્ફે યુનિસ મિયા ભીખા મિયા ચૌહાણ રહેવાસી. ગિલોસણ, મહેસાણા તેમજ આયારભાઈ અલીભાઈ સિંધી રહેવાસી મહેસાણા સામે વિરમગામ રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
વિરમગામ રૂરલ પોલીસે ત્રણેય આરોપીઓ સામે ગુનો નોંધી તેમને ઝડપી પાડવા માટે વધુ તપાસ અને કાર્યવાહી હાથ ધરી છે.રિપોર્ટર આસીક અલી ગીલાણી વિરમગામ
📲Get App