🔥 TRENDING सहरसा पुलिस ने नशा तस्करों पर कार्रवाई... ಮಾನ್ವಿಯಲ್ಲಿ ಚತುಷ್ಪಥ ರಾಜ್ಯ ಹೆದ್ದಾರಿ ಕಾಮ... कलेक्टर अर्पित वर्मा के निर्देश पर नरव... दीपावली पर सीकर रोड पर यातायात व्यवस्थ... दीपावली पर सीकर रोड पर यातायात व्यवस्थ... अभियान 4.0 का आयोजन अनूपपुर वेंकट नगर...
06 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
મહેસાણામાં 32 મ્યુલ અકાઉન્ટ ચલાવતી ગેંગના 4 સભ્યોને સાયબર ફ્રોડ માટે ધરપકડ
Crime

મહેસાણામાં 32 મ્યુલ અકાઉન્ટ ચલાવતી ગેંગના 4 સભ્યોને સાયબર ફ્રોડ માટે ધરપકડ

✍️ Reporter: એસ એ શિરોયા 🗓 10 Sep 2026, 11:18 PM 👁 112
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મહેસાણા સાયબર ક્રાઇમ પોલીસે 32 મ્યુલ બેંક ખાતાઓ ધરાવતી સાયબર ફ્રોડ સિન્ડિકેટને ખુલાસો કરીને ચાર આરોપીઓને ધરપકડ કરી.

મહેસાણામાં કરોડો રૂપિયાના સાયબર ફ્રોડનો પર્દાફાશ કરીને, સાયબર ક્રાઇમ પોલીસ ટીમે 32 'મ્યુલ' એકાઉન્ટ ચલાવતી ગેંગના ચાર સભ્યોને ધરપકડ કરી.

આ સિન્ડિકેટ ગરીબ અને આર્થિક જરૂરિયાતમંદ લોકોને રૂ. 3,000 થી 10,000 ની લાલચ આપી બેંક ખાતા અને સિમકાર્ડ મેળવવા માટે પ્રલોભિત કરતા. પ્રાપ્ત થયેલ ખાતાઓ અને સિમકાર્ડનો ઉપયોગ સાયબર ફ્રોડ, ગેમિંગ, સટ્ટાબાજી અને હવાલાના નાણાંની હેરફેર માટે કરવામાં આવતો હતો.

ભારત સરકારના સાયબર ક્રાઇમ પોર્ટલ પર આ ખાતાઓ સામે કુલ 83 ફરિયાદો નોંધાયેલી છે, અને અત્યાર સુધીમાં કુલ રૂ. 16,81,13,735.48 ક્રેડિટ અને રૂ. 16,73,92,378.30 ડેબિટ થયેલ છે.

ધરપકડ કરાયેલા આરોપીઓમાં સુનીલજી સુરેશજી ઠાકોર, જયેશ કૈલેશભાઈ સેનમા, રાકેશજી પ્રધાનજી ઠાકોર અને જીતેન્દ્ર કરસનભાઈ રાવલનો સમાવેશ થાય છે. તેમને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સહીત 2023 (BNS) ની કલમ 317(2), 318(4) અને 61 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આગળની તપાસ ચાલુ છે.
📲Get App