🔥 TRENDING LockBit Ransomware Hits Bhopal Police... Cyclone Arnab Floods Seoni, Madhya Pra... Bhopal to Host Grand Chhath Mahaprav f... Three Friends Killed in High‑Speed Tro... उपमुख्यमंत्री शुक्ल ने राष्ट्रीय स्वास... कानपुर में हुई खतरनाक सड़क दुर्घटना
01 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

રાજકોટમાં જેલ છોડાવાની લાલચમાં 3.10 લાખની છેતરપિંડી, આરોપી ધરપકડ

✍️ Reporter: Rangpara Shaileshbhai 🗓 01 Nov 2026, 03:25 PM 👁 14
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

રાજકોટ મધ્યસ્થ જેલમાંથી કેદીઓને છોડાવવાની લાલચ આપી 3.10 લાખ રૂપિયા છેતરપિંડીમાં આરોપી ઝડપાયો.

રાજકોટ મધ્યસ્થ જેલમાંથી કેદીઓને છોડાવવાની લાલચ આપી 3.10 લાખ રૂપિયા છેતરપિંડીમાં આરોપી ઝડપાયો.

આરોપીએ પોતાને પ્રભાવશાળી વ્યક્તિ તરીકે ઓળખાવીને જેલમાં બંધ કેદીઓના પરિવારજનોનો સંપર્ક કર્યો હતો અને તેમને જેલમાંથી છોડાવી દેવાની અને કાનૂની કાર્યવાહી તથા જામીનની વ્યવસ્થા કરવાની બાંહેધરી આપી હતી.

આ બહાને તેણે પરિવાર પાસેથી અલગ-અલગ હપ્તામાં કુલ 3.10 લાખ રૂપિયા પડાવ્યા હતા. રકમ લીધા બાદ આરોપીએ મોબાઇલ બંધ કરી સંપર્ક ટાળતાં શંકા જતાં પીડિત પરિવારે રાજકોટ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર આરોપીએ અન્ય કેટલાય લોકોને પણ આ જ રીતે છેતરવાનો પ્રયાસ કર્યો હતો. હાલ પોલીસે ગુનો નોંધાવી આગળની તપાસ શરૂ કરી છે અને નાણાંના વ્યવહારો તથા અન્ય સંડોવાયેલા લોકોની તપાસ ચાલુ છે.
📲Get App