स्थानीय
સુત્રાપાડા હાઈવે પર કોહવાયેલી હાલતમાં 31 વર્ષીય યુવાનનો મૃતદેહ મળ્યો, પોલીસે તપાસ હાથ ધરી
સુત્રાપાડા તાલુકાના ધામળેજ ગામના યુવાન દિનેશભાઈ જોરાનો મૃતદેહ હાઈવે પર કોહવાયેલી હાલતમાં મળી આવ્યો છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સુત્રાપાડા લઈ જઈને તપાસ શરૂ કરી છે.
આજે વહેલી સવારે સુત્રાપાડા તાલુકાના ધામળેજ ગામમાં રહેતા 31 વર્ષીય યુવાન દિનેશભાઈ ઉકાભાઈ જોરાનો મૃતદેહ કોહવાયેલી હાલતમાં મળી આવ્યો છે. ધામળેજ ગામથી લગભગ 2 કિલોમીટર દૂર, થોરડી ગામના પાટિયા નજીક સુત્રાપાડા-કોડીનાર હાઈવે પરથી આ મૃતદેહ મળી આવ્યો હતો. માહિતી મુજબ, મૃતદેહ અંદાજે 3 થી 4 દિવસથી પડી હોવાની શક્યતા છે.
વહેલી સવારે ખેતરમાં જતાં એક ખેડૂતને તીવ્ર દુર્ગંધ આવતાં તેણે નજીક જઈને જોયું ત્યારે ત્યાં કોઈની લાશ પડેલી હોવાનું જાણવા મળ્યું હતું. આ બાબતની તાત્કાલિક ગામના લોકોને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ ધામળેજ, થોરડી તથા સિંગસર ગામના લોકો બોહળી સંખ્યામાં ઘટનાસ્થળે ભેગા થયા હતા.
લોકો દ્વારા લાશની ઓળખાણ કરવામાં આવતાં તે ધામળેજ ગામના દિનેશભાઈ ઉકાભાઈ જોરાની હોવાનું ખ્યાલ આવ્યું હતું. ત્યારબાદ ઘટનાની જાણ સુત્રાપાડા પોલીસને કરવામાં આવી હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી.
હાલમાં મૃતકની લાશને પોસ્ટમોર્ટમ (PM) અર્થે સુત્રાપાડા લઈ જવાઈ છે. પોલીસ દ્વારા આ ઘટનાની વધુ તપાસ ચાલુ કરવામાં આવી છે.