અમરેલી રણછોડ નગર-3માં કમલેશ્વર મહાદેવ મંદિરનો 9મો પાટોત્સવ ઉજવાયો, મહાઆરતી અને મહાપ્રસાદ બાદ ભવ્ય શોભાયાત્રા નીકળી
यहाँ देखें:
▶️ YouTube
અમરેલી રણછોડ નગર-3માં કમલેશ્વર મહાદેવ મંદિરનો 9મો પાટોત્સવ ઉજવાયો, મહાઆરતી અને મહાપ્રસાદ બાદ ભવ્ય શોભાયાત્રા નીકળી
*અમરેલી*: શહેરના રણછોડ નગર શેરી નંબર-3માં આવેલ કમલેશ્વર મહાદેવ મંદિર ખાતે કમલેશ્વર મહાદેવ કમિટી, મહિલા ધૂન મંડળ અને મંદિરના પૂજારીના સંયુક્ત ઉપક્રમે મહાદેવના 9મા પાટોત્સવનું સુંદર અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
સવારથી જ મંદિર પરિસર ભક્તિમય બન્યું હતું. વૈદિક મંત્રોચાર સાથે પૂજા, રુદ્રાભિષેક, હવન યજ્ઞ અને ભજન-કીર્તનના કાર્યક્રમો યોજાયા. મંદિરને ફૂલો અને રોશનીથી શણગારવામાં આવ્યું હતું.
સવારના હવન યજ્ઞ બાદ બપોરે 12 કલાકે દેવાધિદેવ મહાદેવની શંખનાદ અને ઢોલ-નગારાના ગગનભેદી નાદ સાથે ભવ્ય દિવ્ય દીપમાળાથી મહાઆરતી કરવામાં આવી.
ત્યારબાદ બપોરે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું જેમાં હજારો ભક્તોએ પ્રસાદનો લાભ લીધો.
બપોરે 4 કલાકે મંદિરમાંથી ભવ્ય અને દિવ્ય શોભાયાત્રા નીકળી હતી. શોભાયાત્રા રણછોડ નગર તેમજ આસપાસના વિસ્તારોમાં ફરી હતી. રસ્તામાં ભાવિક ભક્તજનોએ ફૂલોની વર્ષા કરીને ભવ્ય સ્વાગત કર્યું. ઢોલ-નગારા અને ભજન સાથેનો માહોલ ભક્તિમય બની ગયો હતો.
આ પ્રસંગે મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો, મહિલાઓ અને બાળકો જોડાયા હતા. કમલેશ્વર કમિટીના સભ્યોએ તમામ ભક્તોનો આભાર વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું કે, "છેલ્લા 9 વર્ષથી દર વર્ષે પાટોત્સવ ઉજવાય છે. ભક્તોની શ્રદ્ધા અને સહકારથી આ વર્ષનો કાર્યક્રમ વધુ દિવ્ય અને ભવ્ય બન્યો છે."
બ્યુરો રિપોર્ટ ; ગૌરાંગ સોઢા અમરેલી