🔥 TRENDING India Claims China and Pakistan Engage... Farooq Abdullah Hails Expansion of Jam... Jammu Witnesses Protests Over Farooq A... सुनील कुमार ने मुख्यमंत्री राहत कोष मे... National Conference Expands Jammu & Ka... Firing Reported at Gurudwara Gate in L...
27 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

રાજકોટમાં ફ્લોરેન્સ વેલનેસ સ્પાની આડમાં દેહવ્યાપારનો પર્દાફાશ, 3 યુવતીઓને મુક્ત કરાવાઈ

✍️ Reporter: PARAG CHAUHAN 🗓 27 Oct 2026, 01:52 PM 👁 16
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
રાજકોટના કાલાવડ રોડ પર મહિ‌લા કોલેજ ચોક નજીક આવેલા કોસ્મો કોમ્પ્લેક્સમાં ફ્લોરેન્સ વેલનેસ સ્પા પર એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (AHTU) દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર, સ્પાની આડમાં મસાજના નામે બહારથી ગ્રાહકો બોલાવી દેહ વ્યાપારની પ્રવૃત્તિ ચલાવવામાં આવતી હોવાની માહિતીના આધારે ડમી ગ્રાહક મોકલી તપાસ હાથ ધરવામાં આવી હતી.

ત્યારબાદ બે પંચોની હાજરીમાં દરોડો પાડતા કથિત દેહવ્યાપારની પ્રવૃત્તિ સામે આવી હતી.

તપાસ દરમિયાન ગ્રાહકો પાસેથી એન્ટ્રી ફી તરીકે રૂ. 1,000 અને એક્સ્ટ્રા સર્વિસના નામે રૂ. 2,500 અલગથી લેવામાં આવતા હોવાની વિગતો સામે આવી હતી.
📲Get App