🔥 TRENDING डॉ. रजनीश सिंह: जलालपुर विधानसभा से रा... ಕ್ರೀಡಾಕೂಟ वार्ड नंबर 38 में 11 सितंबर को मतदान,... Five students suspended after ragging... IIT Mandi Under Fire Over Anti-Dalit P... Himachal Pradesh High Court Sets Two-Y...
08 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

અમરેલીના મોણવેલમાં 250 ખેડૂતો માટે પ્રાકૃતિક ખેતી તાલીમ યોજાઈ

✍️ Reporter: હસમુખભાઇ સાંગાણી 🗓 08 Sep 2026, 02:47 PM 👁 6
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અમરેલીના ધારી તાલુકાના મોણવેલ ગામમાં ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી, હાલોલની કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગ દ્વારા 250 થી વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે વિશેષ તાલીમ આપવામાં આવી.

અમરેલી, 07 સપ્ટેમ્બર, 2026 – ધારી તાલુકાના મોણવેલ ગામમાં ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી, હાલોલની કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગ, અમરેલી દ્વારા 250 થી વધુ ખેડૂતો માટે પ્રાકૃતિક ખેતી વિષયક વિશેષ તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં મોણવેલ અને આસપાસના વિસ્તારોના ખેડુતો ઉત્સાહપૂર્વક જોડાયા હતા.

કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે કોલેજના કુલપતિશ્રી ડૉ. સી. કે. ટિંબડિયાએ પ્રાકૃતિક ખેતીનું તત્ત્વજ્ઞાન અને વૈજ્ઞાનિક આધાર અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું. તેમણે રાસાયણિક અને પ્રાકૃતિક ખેતી વચ્ચેના તફાવત, જમીનની તંદુરસ્તી જાળવવામાં પ્રાકૃતિક ખેતીની ભૂમિકા અને જીવામૃત તથા બીજામૃતથી સૂક્ષ્મજીવોની સંખ્યા વધારવા વિશે જણાવ્યું. મિશ્ર પાક પદ્ધતિના મહત્વ અને દેશી ગાયના ગોબર અને ગૌમૂત્રથી બનેલા કૃષિ ઇનપુટ્સની ભૂમિકા પર પણ ભાર મૂક્યો.

સુડાવડ ગામના સરપંચ અને પ્રગતિશીલ પ્રાકૃતિક ખેડૂત શ્રી પ્રવીણભાઈ આસોદરિયાએ પ્રાકૃતિક ઉત્પાદનોના વેચાણ અને બજાર વ્યવસ્થા અંગે માર્ગદર્શન આપ્યું. મોણવેલ ગામના અગ્રણી શ્રી કનુભાઈ સુખડિયા, શ્રી ધનજીભાઈ ડાવરા અને સરપંચશ્રી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા અને ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવી સ્વસ્થ સમાજ અને સંતુલિત પર્યાવરણ નિર્માણમાં યોગદાન આપવા અપીલ કરી.

કાર્યક્રમમાં કોલેજના મદદનીશ પ્રાધ્યાપક ડૉ. કે. વી. મશાલિયા, રૂપાલી વઘાસીયા, ખેતી અધિકારી જાનવી પરમાર અને માહિતી પ્રૌદ્યોગિકી નિષ્ણાત શ્રી કે. વી. ઠુંમર પણ હાજર રહ્યા. કાર્યક્રમના અંતે ખેડૂતો સાથે પ્રશ્નોત્તરી યોજાઈ, જેમાં નિષ્ણાતોએ વિવિધ પ્રશ્નોના સંતોષકારક જવાબો આપ્યા. તાલીમ કાર્યક્રમના સફળ આયોજન બદલ ખેડૂતો દ્વારા આયોજકોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો અને કાર્યક્રમનું સમાપન વંદે માતરમ્‌ના ગાન સાથે કરવામાં આવ્યું.
📲Get App