🔥 TRENDING राजस्थान में सिंधी भाषा कोर्स का 98.64... Bhoomi Trivedi Stars in India’s First... Uttarakhand Court Directs State to Pay... Uttarakhand TET 2026 Answer Key Releas... Uttarakhand Issues Yellow Alert for Ra... India Bloc Marches to Election Commiss...
06 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
25 વર્ષથી અવિરત સોમનાથ પદયાત્રા, રાજુલાના દીપક ઠેકેદારની અતૂટ શિવભક્તિ
National

25 વર્ષથી અવિરત સોમનાથ પદયાત્રા, રાજુલાના દીપક ઠેકેદારની અતૂટ શિવભક્તિ

✍️ Reporter: yogeshkumar v kanabar 🗓 15 Aug 2026, 10:55 PM 👁 58
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

શ્રદ્ધા ભક્તિ અને વિશ્વાસ નું નામ એટલે દીપક ઠેકેદાર

25 વર્ષથી અવિરત સોમનાથ પદયાત્રા, રાજુલાના દીપક ઠેકેદારની અતૂટ શિવભક્તિ

રાજુલા: ભગવાન ભોળાનાથ પ્રત્યેની અતૂટ શ્રદ્ધાનું અનોખું ઉદાહરણ રાજુલામાં જોવા મળ્યું છે. રાજુલાના યુવાન દીપકભાઈ ઠેકેદાર છેલ્લા 25 વર્ષથી દર શ્રાવણ માસ દરમિયાન રાજુલાથી સોમનાથ સુધીની 135 કિલોમીટરની પદયાત્રા કરી રહ્યા છે.

દર શ્રાવણ માસના શનિવારે રાજુલાથી પદયાત્રાનો પ્રારંભ કરી તેઓ સોમવારે બપોરના સમયે સોમનાથ પહોંચે છે. વર્ષોથી ચાલી આવતી આ પદયાત્રા હવે તેમની શિવભક્તિ અને શ્રદ્ધાની ઓળખ બની ગઈ છે.

આજે દીપકભાઈની 140મી પદયાત્રાનો પ્રારંભ થયો હતો. સોમનાથ જવા માટે શહેરના અગ્રણીઓ, વેપારીઓ, સામાજિક આગેવાનો સહિત અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા અને દીપકભાઈને ભાવભીની વિદાય આપી હતી.

આ વર્ષે દીપકભાઈ ઠેકેદાર સાથે અન્ય ત્રણ યુવાનો પણ પદયાત્રામાં જોડાયા છે. તેમની આ ધાર્મિક યાત્રા દરમિયાન ભક્તિ, શ્રદ્ધા અને સંકલ્પનો અનોખો સંગમ જોવા મળ્યો હતો.

આ પ્રસંગે રવુભાઈ ખુમાણ, અક્ષયભાઈ ધાખડા, રાજુભાઈ ઝાખરા, અતુલભાઈ વાઘેલા, સંદીપભાઈ ટાંક, આશિકભાઈ મુની, કૈલાશભાઈ શિયાળ, લાલાભાઈ, હિતેશ મોલવાળા, નલીનભાઈ કોટક અને શૈલેષભાઈ વનરા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

દીપકભાઈ ઠેકેદાર સાથે દિલીપભાઈ ચૌહાણ, રાજુલા નગરપાલિકા બાગ-બગીચા ચેરમેન યોગેશભાઈ સોલંકી અને આતાભાઈ વાવડીયા (નવી બારપટોળી) પણ જોડાયા હતા.
📲Get App