🔥 ट्रेंडिंग લુના वडा માં શીતલા માતાની પૂજા, મહિલાઓ... અમરેલીમાં પીઠડીયા ગામમાં અધિકારીઓએ પંચ... સાબરમતી રિવરફ્રન્ટ ઈસ્ટથી ઈલેક્ટ્રિક જ... बिहार के मुख्यमंत्री ने किसानों और व्य... प्राइम ग्रुप ने बिहार रियल एस्टेट में... बिहार कैबिनेट ने शहरी स्थानीय निकायों...
03 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
રાજુલામાં 230 વૃક્ષોના વૃક્ષારોપણ સાથે વિદ્યાર્થીઓને વૃક્ષ જતનની જવાબદારી સોંપાઈ

રાજુલામાં 230 વૃક્ષોના વૃક્ષારોપણ સાથે વિદ્યાર્થીઓને વૃક્ષ જતનની જવાબદારી સોંપાઈ

✍️ रिपोर्टर: Anil Vaghela 🗓 03 सित. 2026, 10:28 AM 👁 5
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
રાજુલામાં 230 વૃક્ષોના વૃક્ષારોપણ સાથે વિદ્યાર્થીઓને વૃક્ષ જતનની જવાબદારી સોંપાઈ

રાજુલા: અમીને શરિઅત એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત બરકાતી પ્રાથમિક તથા માધ્યમિક શાળામાં વૃક્ષારોપણ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન કુલ 230 વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે રાજુલા નગરપાલિકાના પ્રમુખ મયુરભાઈ દવે, નગરપાલિકાના એન્જિનિયર પ્રભાતભાઈ જોશી, સમસ્ત મુસ્લિમ સમાજના પ્રમુખ આરિફભાઈ જોખિયા સહિત શહેરના વિવિધ સમાજના આગેવાનો, સંસ્થાના પ્રતિનિધિઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમ દરમિયાન મહેમાનોનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ 15 ઓગસ્ટ નિમિત્તે શાળામાં યોજાયેલી વકૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા સહિતની વિવિધ સ્પર્ધાઓમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે વિજેતા બનેલા વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

વૃક્ષારોપણ કાર્યક્રમની વિશેષતા એ રહી કે શાળામાં વાવવામાં આવેલા દરેક વૃક્ષની જાળવણીની જવાબદારી જે વિદ્યાર્થીના નામે વૃક્ષ વાવવામાં આવ્યું છે તેને સોંપવામાં આવી છે. વિદ્યાર્થી શાળામાં અભ્યાસ કરે ત્યાં સુધી વૃક્ષની સંભાળ રાખવાની રહેશે. વિદ્યાર્થી શાળામાંથી અભ્યાસ પૂર્ણ કરીને વિદાય લે ત્યાર બાદ પણ વૃક્ષ પર તેનું નામ જાળવી રાખવામાં આવશે.

સમગ્ર કાર્યક્રમનું આયોજન દારુલ ઉલુમ ફૈઝાને ગૌહર પિયા કમિટી દ્વારા કરવામાં આવ્યું હતું. આ શાળામાં અગાઉ બે વર્ષ પહેલા પણ ‘એક પેડ મા કે નામ’ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે સૈયદ ભીખુબાપુ, આરિફભાઈ જોખિયા, બકુલભાઈ વોરા, મહેન્દ્રભાઈ ધાખડા, શાબાનભાઈ માવણી, જુસબભાઈ ભોકિયા, પરાગભાઈ જોશી, મમદભાઈ ભોકિયા, મુર્તુઝાભાઈ અમૂલખ, વિજયભાઈ વાઘ, આશિકભાઈ મુની, હાજી કાદરભાઈ સોરા, જાફરભાઈ જોખિયા સહિતના આગેવાનો અને મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.

સમગ્ર કાર્યક્રમનું એન્કરિંગ યુસુફભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. અંતે આયોજકો દ્વારા ઉપસ્થિત તમામ મહેમાનોનો કિંમતી સમય ફાળવી કાર્યક્રમમાં હાજરી આપવા બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
📲Get App