🔥 ट्रेंडिंग शिरूरमध्ये बाळूमामांचा १३४ वा जन्मोत्स... ગાંધીધામ SOGએ ઓમનગર–મીઠીરોહર માર્ગ પર... पुलिस की लापरवाही के कारण पुलिस अभीरक्... ગોધરામાં 'સિંદૂરી માતા ખેડૂત ગ્રાહક બજ... માન. વડાપ્રધાનશ્રીના ‘વિકાસ ભી, વિરાસત... राजपुर के बिलवानी शासकीय बालक हाई स्कू...
22 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
अपराध

સુરતના સિંગણપોરમાં ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ, ધુમાડો 2 કિમી દૂરથી દેખાયો

✍️ रिपोर्टर: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 22 अक्टू. 2026, 04:58 PM 👁 20
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરતના સિંગણપોર વિસ્તારમાં ભંગારના ગોડાઉનમાં ફાટેલી આગને ફાયર બ્રિગેડે એક કલાકમાં કાબૂમાં લીધું હતું, જ્યારે ધુમાડો બે કિલોમીટર દૂરથી પણ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો.

સુરતના સિંગણપોર વિસ્તારમાં આવેલા ભરીમાતા રોડ પર એક ભંગારના ગોડાઉનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આ ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. આગ એટલી વિકરાળ હતી કે તેના ધુમાડાના કાળા ડિબાંગ ગોટેગોટા બે કિલોમીટર દૂરથી પણ આકાશમાં સ્પષ્ટ નજરે પડતા હતા.

બનાવની જાણ થતાં જ ફાયર વિભાગનો મોટો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. આગ દરમિયાન ધડાકાઓ થતા હોવાથી વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. અવારનવા થતા ધડાકાઓને કારણે લોકોમાં હોબાળો મચી ગયો હતો.

ફાયર બ્રિગેડની ટીમે ચારેય તરફથી પાણીનો મારો ચલાવી આગને વધુ પ્રસરવાથી રોકી હતી. ટીમે મહેનત કરીને માત્ર એક કલાકમાં જ આગ પર કાબૂ મેળવ્યો હતો. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ હોવાની માહિતી મળી નથી.
📲Get App