🔥 TRENDING National conference afraid of Defeat a... सागर कलेक्टर ने किसानों के हित में रबी... हावगिलिंगेश्वर शिष्याचार्य के 14वें पद... बीडर वाणिज्य एवं उद्योग संस्था ने बीडर... शराब के नशे में दबंगों ने बुजुर्ग और उ... उज्जैन में पुलिस टीम पर हमला: चार पुलि...
22 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

માન. વડાપ્રધાનશ્રીના ‘વિકાસ ભી, વિરાસત ભી’ના મંત્રને સાકાર કરશે દ્વારકાનું 'શ્રી કૃષ્ણ મ્યુઝિયમ'

✍️ Reporter: Atul Thakor 🗓 22 Oct 2026, 05:51 PM 👁 12
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
માન. વડાપ્રધાનશ્રીના ‘વિકાસ ભી, વિરાસત ભી’ના મંત્રને સાકાર કરશે દ્વારકાનું 'શ્રી કૃષ્ણ મ્યુઝિયમ'

🔹 આધ્યાત્મિક વારસો, ભારતીય સંસ્કૃતિ અને આધુનિક ટેક્નોલોજીના સમન્વયથી ₹92.70 કરોડના ખર્ચે બનશે શ્રી કૃષ્ણ મ્યુઝિયમ

🔹 આ પ્રકલ્પનો મુખ્ય ઉદ્દેશ્ય ભગવાન શ્રીકૃષ્ણના જીવનચરિત્ર, તેમના તત્ત્વજ્ઞાન અને ભગવદ્ ગીતાના જીવનોપયોગી સંદેશને એક જ સ્થળે, સુવ્યવસ્થિત અને આકર્ષક રીતે રજૂ કરવાનો...

🔹 અહીં પરંપરાગત સંગ્રહાલયની કલ્પનાથી આગળ વધીને આધુનિક ડિજિટલ માધ્યમો દ્વારા મુલાકાતીઓને વિષય સાથે ભાવનાત્મક તેમજ બૌદ્ધિક રીતે જોડશે; નવ થીમેટિક ગેલેરીઓ અને અદ્યતન ડિજિટલ ટેક્નોલોજી દ્વારા નવી પેઢી સુધી પહોંચશે શ્રી કૃષ્ણની દિવ્ય લીલાઓ અને ગીતાનો શાશ્વત સંદેશ...

🔹 ઇમર્સિવ ઓડિયો-વિઝ્યુઅલ પ્રસ્તુતિઓ, ઇન્ટરએક્ટિવ ડિજિટલ ડિસ્પ્લે, 3D પ્રોજેક્શન મેપિંગ, ટચસ્ક્રીન માહિતી કિઓસ્ક અને મોશન સેન્સર દ્વારા મુલાકાતીઓને શ્રીકૃષ્ણના જીવનપ્રસંગો સાથે જોડવાનો પ્રયાસ કરાશે...
📲Get App