🔥 TRENDING दुमकापुर में जमीन का अधिग्रहण शुरू ପୂର୍ବ ଶ୍ରତ୍ରୁତାକୁ ନେଇ ସାବତ ଭାଇକୁ ହାଣିଲ... திருவேங்கடமுடையான் என்ற பெருமாள் கோவில... વિકસિત ભારત અંતર્ગત ચિત્ર સ્પર્ધા યોજા... Odisha ରେ ପୁଞ୍ଜିନିବେଶକୁ ନେଇ ଶିଳ୍ପମନ୍ତ୍... ચણાનો દાણો શ્વાસનળીમાં ફસાઈ દોઢ વર્ષના...
19 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
લાડવેલ–ચોકડિયા–ડાકોર સ્ટેટ હાઇવે 18 કિ.મી.નું બિસ્માર હાલત, યાત્રાળુઓને મુશ્કેલી
Local

લાડવેલ–ચોકડિયા–ડાકોર સ્ટેટ હાઇવે 18 કિ.મી.નું બિસ્માર હાલત, યાત્રાળુઓને મુશ્કેલી

✍️ Reporter: Alpeshkumar Rathod 🗓 20 Jul 2026, 02:02 PM 👁 109
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

લાડવેલ–ચોકડિયા–ડાકોર 18 કિ.મી. લાંબો સ્ટેટ હાઇવે વરસાદ પછી ખાડાઓથી ભરાઈ ગયો, યાત્રાળુઓ અને વાહનચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

લાડવેલ–ચોકડિયા–ડાકોર 18 કિ.મી. લાંબો સ્ટેટ હાઇવે, જે ખેડા જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરને જોડે છે, વરસાદ પછી બિસ્માર હાલતમાં પહોંચી ગયો છે.

માત્ર ત્રણ મહિના પહેલાં લાખો રૂપિયાના ખર્ચે કરાયેલ પેચવર્ક પ્રથમ વરસાદમાં જ ધોવાઈ જતાં રસ્તા પર અનેક જગ્યાએ મોટા અને જીવલેણ ખાડા પડી ગયા છે.

આ કારણે વાહનચાલકો અને ડાકોર આવતા યાત્રાળુઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, અને સ્થાનિકોમાં તંત્રની કામગીરી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

રસ્તાનું ગુણવત્તાયુક્ત સમારકામ કરવાની માંગ ઉઠી છે અને સ્થાનિક અધિકારીઓને તાત્કાલિક પગલાં લેવા માટે દબાણ છે.
📲Get App