🔥 TRENDING વિરમગામના ઐતિહાસિક ગંગાસર તળાવમાંથી વન... સુરતમાં તિરૂપતિ સોસાયટીમાં નવરાત્રીની... ચંદનગઢમાં નવરાત્રી મહોત્સવ: માં ખોડલના... 106 Uttarakhand Youths Land Overseas J... Omar Abdullah says Delhi adopting Kash... Delhi Metro to Shut Several Stations o...
10 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
રાજુલા પોલીસે 170 CCTV કેમેરા તપાસી ચોરી થયેલો રૂપિયા 1.17 લાખનો સોનાનો ચેન મૂળ માલિકને પરત કર્યો

રાજુલા પોલીસે 170 CCTV કેમેરા તપાસી ચોરી થયેલો રૂપિયા 1.17 લાખનો સોનાનો ચેન મૂળ માલિકને પરત કર્યો

✍️ Reporter: Anil Vaghela 🗓 09 Oct 2026, 10:26 PM 👁 20
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
રાજુલા પોલીસે 170 CCTV કેમેરા તપાસી ચોરી થયેલો રૂપિયા 1.17 લાખનો સોનાનો ચેન મૂળ માલિકને પરત કર્યો

‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ અંતર્ગત રાજુલા પોલીસની સફળ કામગીરી

રાજુલા ભાવનગર રેન્જ આઇ.જી. શ્રી આઇ.વી. અસારી દ્વારા ભાવનગર રેન્જ વિસ્તારમાં મિલકત સંબંધી ગુનાઓ ડિટેક્ટ કરવા તેમજ ચોરીમાં ગયેલ મુદ્દામાલ રિકવર કરી મૂળ માલિકને પરત કરવા સૂચના આપવામાં આવી હતી. આ અંતર્ગત અમરેલી પોલીસ અધિક્ષક શ્રી સંજય ખરાત તથા રાજુલા ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક શ્રી નયના ગોરડીયાના માર્ગદર્શન હેઠળ રાજુલા પોલીસે મહત્વની કામગીરી કરી છે.

તારીખ 16 જૂન 2026ના રોજ રાજુલા ખાતે રાજાણી કરિયાણાની દુકાને કરિયાણું લેવા ગયેલા ચતુરાબેન વાઘમશીના ગળામાં પહેરેલો સોનાનો ચેન બે અજાણી મહિલાઓ અને એક અજાણ્યા પુરુષે ધક્કામુક્કી કરી નજર ચૂકવી ચોરી કરી લીધો હતો. ચેનનું વજન 35.630 ગ્રામ અને કિંમત આશરે રૂપિયા 1,17,000 હતી. આ અંગે રાજુલા પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં. 11193050260473/2026, બી.એન.એસ. કલમ 303. 2 . 54 મુજબ ગુનો નોંધાયો હતો.

ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ રાજુલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વી.એમ. કોલાદરાએ અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી. પોલીસ ટીમે ઘટનાના આરોપીઓ સુધી પહોંચવા માટે રાજુલા શહેરના આશરે 170 જેટલા CCTV કેમેરા તેમજ ગુજરાત સરકારના વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત લગાવવામાં આવેલા કેમેરાના ફૂટેજની તપાસ કરી હતી.

સઘન તપાસ અને ટેકનિકલ સોર્સના આધારે પોલીસે આરોપીઓના ચોક્કસ નામ-સરનામા મેળવી તેમની હિલચાલ અંગે માહિતી મેળવી હતી. ચારેય આરોપીઓ પોતાના વતન રાજકોટ તરફ જઈ રહ્યા હતા ત્યારે પોલીસે રસ્તામાં તેમને ઝડપી પાડ્યા હતા અને ચોરીમાં ગયેલો સોનાનો ચેન 100 ટકા રિકવર કર્યો હતો.

પોલીસે ચોરી થયેલો 35.630 ગ્રામ વજનનો રૂપિયા 1,17,000 કિંમતનો સોનાનો ચેન મૂળ માલિક ચતુરાબેન વાઘમશીને પરત અપાવી ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમને ખરા અર્થમાં સાર્થક કર્યો છે.

આ સમગ્ર કામગીરી રાજુલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વી.એમ. કોલાદરા તથા રાજુલા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા કરવામાં આવી હતી.
📲Get App