🔥 TRENDING DBCK Unveils 12th Edition of ‘Euphoria... Four Nagaland University Professors Na... Manipur Deputy CM Nemcha Kipgen Announ... Supreme Court Clears ₹638‑Crore Manipu... Forest Department spots 307 hectares o... ड्यूटी पर रील बनाने में मशगूल पुलिसकर्...
10 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

વિરમગામના ઐતિહાસિક ગંગાસર તળાવમાંથી વનસ્પતિ-ગંદકી દૂર કરવા અને પર્યાવરણ સંરક્ષણ માટે તંત્ર સમક્ષ રજૂઆત

✍️ Reporter: Gilani Asikali 🗓 10 Oct 2026, 12:05 AM 👁 50
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વિરમગામ શહેરના ઐતિહાસિક ગંગાસર તળાવમાં જળકુંભી, વનસ્પતિજન્ય ગંદકી અને અન્ય કચરાના કારણે પર્યાવરણને નુકસાન થઈ રહ્યું હોવાની રજૂઆત કરવામાં આવી છે. આ સમસ્યાના કાયમી ઉકેલ માટે સામાજિક કાર્યકર કિરીટ રાઠોડ દ્વારા પ્રાદેશિક કમિશનરશ્રી, અમદાવાદ ઝોનને લેખિત રજૂઆત કરવામાં આવી છે.રજૂઆતમાં જણાવ્યા મુજબ, ગંગાસર તળાવ વિરમગામની ઐતિહાસિક અને પર્યાવરણીય ધરોહર છે. તળાવમાં જળકુંભી અને અન્ય વનસ્પતિનો ફેલાવો, ગંદકી તથા ગટરનું પાણી પ્રવેશવાની સમસ્યાને કારણે જળચર જીવો અને આસપાસના પર્યાવરણ પર પ્રતિકૂળ અસર થવાની ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.કાયદાકીય જોગવાઈઓનું પાલન કરવાની માંગ અરજદારે ભારતીય બંધારણની કલમ 21 હેઠળ મળતા સ્વચ્છ પર્યાવરણ અને જીવનના અધિકારનો ઉલ્લેખ કરીને ગુજરાત નગરપાલિકા અધિનિયમ તથા જળ પ્રદૂષણ નિવારણ સંબંધિત કાયદાઓનું પાલન કરાવવા માંગ કરી છે. સાથે જ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ NGT અને માનનીય ગુજરાત હાઈકોર્ટની માર્ગદર્શિકાઓ અનુસાર તળાવનું સંરક્ષણ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.તંત્ર સમક્ષ મુખ્ય ત્રણ માંગણીઓજળકુંભી અને ગંદકી દૂર કરવામાં આવે: ગંગાસર તળાવમાંથી જળકુંભી, જાડી-ગંદી વનસ્પતિ અને અન્ય કચરો સંપૂર્ણપણે દૂર કરવામાં આવે.ગટરનું પાણી અટકાવવામાં આવે: તળાવમાં ગટરનું પાણી પ્રવેશતું હોય તો તેને તાત્કાલિક બંધ કરવા માટે જરૂરી કાર્યવાહી કરવામાં આવે.નિયમિત દેખરેખ રાખવામાં આવે: મચ્છરો અને જીવજંતુઓના ઉપદ્રવને નિયંત્રિત કરવા તથા તળાવની સ્વચ્છતા જાળવવા નિયમિત જાળવણી કરવામાં આવે.
સમયસર કાર્યવાહી નહીં થાય તો કાનૂની લડતની ચીમકી
રજૂઆતમાં વધુમાં જણાવાયું છે કે જો યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરવાની તેમજ માનનીય ગુજરાત હાઈકોર્ટ અને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ સમક્ષ કાનૂની કાર્યવાહી હાથ ધરવાની ફરજ પડશે.વિરમગામની ઐતિહાસિક ધરોહર સમાન ગંગાસર તળાવને સ્વચ્છ અને પ્રદૂષણમુક્ત રાખવા માટે નગરપાલિકા તથા સંબંધિત તંત્ર તાત્કાલિક પગલાં ભરે તેવી માંગ ઉઠી છે.રિપોર્ટર આસીક અલી ગીલાણી વિરમગામ
📲Get App