🔥 ट्रेंडिंग হুগলি জেলায় ক্যারিয়ার কাউন্সেলিং সেশন... रावण: आधिकारिक ट्रेलर जारी, नई महाकाव्... जेलर 2 ट्रेलर समीक्षा: निर्देशक ने सभी... पाच फुताचा बाच्चन: आधिकारिक ट्रेलर जार... त्योहारों के मौसम में भारतीय एयरलाइंस... बॉम्बे उच्च न्यायालय के गोवा बेंच ने च...
06 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ત્રણ સ્થળે દરોડા પાડી 17 જુગારીઓને ઝડપી પાડ્યા, ₹5.45 લાખનો મુદ્દામાલ કબજે

ત્રણ સ્થળે દરોડા પાડી 17 જુગારીઓને ઝડપી પાડ્યા, ₹5.45 લાખનો મુદ્દામાલ કબજે

✍️ रिपोर्टर: Lalabhai D Darji 🗓 20 अग. 2026, 02:18 PM 👁 41
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
બનાસકાંઠામાં LCB પોલીસ ની મોટી કાર્યવાહી

ત્રણ સ્થળે દરોડા પાડી 17 જુગારીઓને ઝડપી પાડ્યા, ₹5.45 લાખનો મુદ્દામાલ કબજે

પાલનપુર/ડીસા/થરા: બનાસકાંઠા જિલ્લામાં દારૂ અને જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે પોલીસ દ્વારા ચાલી રહેલી ઝુંબેશ અંતર્ગત LCB બનાસકાંઠાએ એકસાથે ત્રણ સ્થળે કાર્યવાહી કરી હતી. પાલનપુર તાલુકા, ડીસા રૂરલ અને થરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દરોડા પાડી જાહેરમાં પૈસાની હારજીતનો જુગાર રમતા-રમાડતા કુલ 17 ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા.

બનાસકાંઠા રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી પરીક્ષિતા રાઠોડ, IPS તથા બનાસકાંઠા પોલીસ અધિક્ષક શ્રી પ્રશાંત સુંબે, IPSની સૂચનાથી LCB PI ડી.એમ. રાઠોડના માર્ગદર્શન હેઠળ PSI આર.બી. જાડેજા અને PSI જે.એસ. ગઢવીની ટીમોએ જુગારની પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી હાથ ધરી હતી.

ચડોતર ગામે 6 જુગારીઓ ઝડપાયા

પાલનપુર તાલુકાના ચડોતર ગામની સીમમાં ખાડીયા વિસ્તારમાં ખુલ્લી જગ્યામાં ગંજીપાનાથી પૈસાની હારજીતનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે LCB ટીમે દરોડો પાડ્યો હતો. પોલીસે 6 ઇસમોને ઝડપી, તેમની પાસેથી રોકડા ₹27,000 અને ગંજીપાનાં મળી કુલ ₹27,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

બુરાલમાં 11 સામે કાર્યવાહી, ₹4.51 લાખનો મુદ્દામાલ જપ્ત

ડીસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બુરાલ ગામની સીમમાં ખુલ્લી જગ્યાએ જુગાર રમાતો હોવાની બાતમી મળતાં LCB ટીમે દરોડો પાડ્યો હતો. પોલીસે 11 ઇસમોને ઝડપી પાડ્યા, જ્યારે કેટલાક ઇસમો નાસી છૂટ્યા હતા.

આ કાર્યવાહીમાં રોકડા ₹21,190, 6 મોટરસાયકલ કિંમત ₹3.80 લાખ તથા 5 મોબાઇલ કિંમત ₹50,000 સહિત કુલ ₹4,51,190નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.

થરા વિસ્તારમાં પણ જુગારધામ પર દરોડો

થરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વડા ગામથી મંગળપુરા જવાના કાચા રસ્તે મિરાસી વાળા પડતર ખેતરમાં ખુલ્લી જગ્યાએ જુગાર રમાતો હોવાનું સામે આવતાં LCB ટીમે કાર્યવાહી કરી હતી. પોલીસે 4 ઇસમોને ઝડપી પાડ્યા હતા.

તેમની પાસેથી ₹17,100 રોકડા, એક મોટરસાયકલ કિંમત ₹40,000 અને 3 મોબાઇલ કિંમત ₹10,500 સહિત કુલ ₹67,600નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.

કુલ જપ્તીનો આંકડો ₹5.45 લાખે પહોંચ્યો

LCBની ત્રણેય કાર્યવાહીમાં કુલ ₹65,290 રોકડા, 7 મોટરસાયકલ કિંમત ₹4.20 લાખ, 8 મોબાઇલ કિંમત ₹60,500 તથા ગંજીપાનાં મળી કુલ ₹5,45,790નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

ત્રણેય કેસમાં સંબંધિત પોલીસ સ્ટેશનો ખાતે જુગારધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

બનાસકાંઠા જિલ્લામાં જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચલાવનારાઓમાં LCBની એકસાથે થયેલી આ કાર્યવાહીએ ફફડાટ ફેલાવ્યો છે.
📲Get App