🔥 ट्रेंडिंग बिहार में 200 से अधिक नए कॉलेज, शिक्षक... 24 वर्षीय युवती ने जालंधर हाइट्स-2 इमा... सिमरनजीत सिंह मान ने अमृतसर में लोकतंत... आज का मौसम बहुत साफ है आशा है की बारि... लुधियाना में महिला का शव मिला, नशे की... जालंधर में जमीन विवाद में ताया ने भतीज...
15 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રાજુલામાં 17 સપ્ટેમ્બરે રક્તદાન કેમ્પ યોજાશે

✍️ रिपोर्टर: yogeshkumar v kanabar 🗓 15 सित. 2026, 05:06 PM 👁 11
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ભવ્ય આયોજન કરવામાં આવ્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રાજુલામાં 17 સપ્ટેમ્બરે રક્તદાન કેમ્પ યોજાશે

રાજુલા: ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ તથા તેમના જાહેર જીવનમાં ‘સેવા અને સમર્પણ’ના 25 વર્ષ પૂર્ણ થવાના નિમિત્તે રાજુલા શહેર અને તાલુકા યુવા મોરચા (ભાજપ) દ્વારા સેવા સંકલ્પ અભિયાન-2026 અંતર્ગત ભવ્ય રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

આ રક્તદાન કેમ્પનું આયોજન આગામી 17 સપ્ટેમ્બર 2026, ગુરુવારના રોજ સવારે 10:00 કલાકથી બપોરે 1:00 કલાક સુધી રાજુલા સિવિલ હોસ્પિટલ ખાતે કરવામાં આવશે. આયોજકો દ્વારા યુવાનો તેમજ શહેર અને તાલુકાના નાગરિકોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી રક્તદાન કરવા માટે અપીલ કરવામાં આવી છે.

માનવસેવાના આ પવિત્ર મહાયજ્ઞમાં રક્તદાન કરીને જરૂરિયાતમંદ દર્દીઓ માટે જીવનદાન બની શકાય છે. રક્તદાન માત્ર રક્ત આપવાની પ્રક્રિયા નથી, પરંતુ કોઈનું અમૂલ્ય જીવન બચાવવાનો સંકલ્પ છે. ‘રક્તનું એક દાન, કોઈના જીવનનું વરદાન’ના સંદેશ સાથે યોજાનારા આ કેમ્પમાં સહભાગી બની કાર્યક્રમની શોભા વધારવા માટે સૌને હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

આ કાર્યક્રમનું આયોજન રાજુલા શહેર અને તાલુકા યુવા મોરચા (ભાજપ) દ્વારા કરવામાં આવ્યું છે. આયોજકો દ્વારા વધુમાં વધુ લોકો રક્તદાન કેમ્પમાં જોડાઈ સેવા અને સમર્પણની ભાવનાને સાકાર કરે તેવી અપીલ કરવામાં આવી છે.
📲Get App