🔥 TRENDING ઘોઘંબા બારીઆફળી પ્રાથમિક શાળાના ઓરડાઓ... ભરૂચ શહેરના પશ્ચિમ વોર્ડ 1‑2માં પ્રાથમ... Tamil Nadu Government Holds Medical Ca... Delhi Man Fatally Killed After Refusin... National Commission for Women Seeks JN... Shivraj Singh Chauhan Visits Flood‑Hit...
16 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

બગસરા હડાળા ગામમાં યુવકની નગ્ન તસવીરોની ધમકીથી 16.30 લાખની બળજબરીપૂર્વક ઉઘરાણી

✍️ Reporter: હસમુખભાઇ સાંગાણી 🗓 16 Sep 2026, 05:58 PM 👁 9
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

બગસરા હડાળા ગામમાં એક યુવકને પ્રાઇવેટ પાર્ટની તસવીરો લઈ વાયરલ કરવાની ધમકી સાથે 16.3 લાખની રકમ પડાવી લેવામાં આવી. પોલીસ તપાસ હેઠળ આરોપીઓ સામે કાર્યવાહી શરૂ થઈ.

બગસરા હડાળા ગામમાં એક યુવકને પ્રેમજાળમાં ફસાવીને તેની પ્રાઇવેટ પાર્ટની તસવીરો અને સ્ક્રીનશોટ્સ લઈ, તેને વાયરલ કરવાની ધમકી આપી અને જાનથી મારી નાખવાની ભયાનક કાવતરું રચાયું. આરોપીઓએ પૂર્વઆયોજિત રીતે આ ગુનાને અંજામ આપ્યો.

આ કાવતરામાં નીલમ કાકડિયા નામની યુવતીએ વોટ્સએપ મારફતે યુવક સાથે સંપર્ક સાધ્યો અને પ્રેમભરી વાતો કરીને વિશ્વાસ કેળવ્યો. વિડિયો કોલ દરમિયાન યુવકને નગ્ન થવાનું કહી, તેની જાણ વગર ફોટા અને સ્ક્રીનશોટ્સ લઈ લીધા. આ ફોટાઓ સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપીને, તેણે યુવક પાસેથી ઓનલાઈન અને આંગડિયા મારફતે 8,94,110 રૂપિયા પડાવી લીધા.

પ્રતિક પાઘડાળ નામના અન્ય શખ્સે પણ યુવકનો સંપર્ક કરી ફોટા વાયરલ ન કરવા અને મામલો થાળે પાડવા માટે દબાણ કર્યું. તેણે સેટલમેન્ટ માટે વધુ 7,36,000 રૂપિયા અલગ-અલગ ખાતાઓમાં ટ્રાન્સફર કરાવી લીધા. આમ, બંને આરોપીઓએ મળીને ફરિયાદી પાસેથી કુલ 16,30,110 રૂપિયા પડાવી લીધા.

ત્રીજા આરોપી અવિનાશ પટેલે વોટ્સએપ પર યુવકને ગાળો ભાંડી અને હાથ-પગ ભાંગી નાખવાની ધમકી આપી, વધુ રૂપિયાની બળજબરીપૂર્વક ઉઘરાણી શરૂ કરી. પોલીસ આ મામલે ગુનો નોંધાવી આગળની કાયદેસરની તપાસ હાથ ધરાઈ છે.
📲Get App