🔥 TRENDING Tier-2 Cities Lead Premium Fashion Dis... Samantha, Tamannaah Aim to 'Steal' Key... Pooja Hegde Criticizes Tollywood’s Mid... BJP Accuses AAP of Involvement in Punj... Madhya Pradesh Tops Punjab With 94 Far... Supreme Court to Hear Plea Against CBI...
06 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
વંથલીમાં 15 ઓગસ્ટે ગ્રામસભાનું આયોજન, AI આધારિત 'સભાસાર'નો ઉપયોગ કરવાની સૂચના
Local

વંથલીમાં 15 ઓગસ્ટે ગ્રામસભાનું આયોજન, AI આધારિત 'સભાસાર'નો ઉપયોગ કરવાની સૂચના

✍️ Reporter: Bhalodiya Samirkumar 🗓 14 Aug 2026, 08:47 PM 👁 66
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વંથલી તાલુકાની તમામ ગ્રામ પંચાયતોને 15 ઓગસ્ટે યોજાનાર સ્વતંત્રતા દિવસ ગ્રામસભામાં AI આધારિત 'સભાસાર' પ્લેટફોર્મનો ઉપયોગ કરવા સૂચના આપવામાં આવી છે.

વંથલી: તાલુકા પંચાયત કચેરી, વંથલી દ્વારા તા. 15 ઓગસ્ટ, 2026ના રોજ યોજાનારી સ્વતંત્રતા દિવસ ગ્રામસભાને લઈને તાલુકાની તમામ ગ્રામ પંચાયતોને મહત્વપૂર્ણ સૂચના આપવામાં આવી છે.

તાલુકા વિકાસ અધિકારી, વંથલી દ્વારા સરપંચશ્રી તથા તલાટી મંત્રીશ્રીને પાઠવાયેલા પત્રમાં ભારત સરકારના પંચાયતી રાજ મંત્રાલય દ્વારા વિકસાવવામાં આવેલા “સભાસાર (SabhaSar)” AI આધારિત સાધનનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરવા જણાવાયું છે.

સભાસાર પ્લેટફોર્મ દ્વારા ગ્રામસભાની ઓડિયો-વિડિયો રેકોર્ડિંગના આધારે કૃત્રિમ બુદ્ધિમત્તાની મદદથી ગ્રામસભાની કાર્યવાહી (Minutes of Meeting) સ્વયંસંચાલિત રીતે તૈયાર કરવામાં આવે છે. આ સુવિધા કુલ 23 પ્રાદેશિક ભાષાઓમાં ઉપલબ્ધ હોવાનું પત્રમાં જણાવાયું છે. આ વ્યવસ્થાથી માનવશ્રમમાં ઘટાડો થવા ઉપરાંત ગ્રામસભાની કાર્યવાહી વધુ પારદર્શક અને પ્રમાણભૂત બનાવવામાં મદદ મળશે.

પત્રમાં જણાવ્યા મુજબ ગુજરાતની માત્ર 24.52 ટકા ગ્રામ પંચાયતોએ સભાસાર અપનાવ્યું છે, જેના આધારે રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશોમાં ગુજરાતનો 23મો ક્રમ આવે છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને 15 ઓગસ્ટની સ્વતંત્રતા દિવસ ગ્રામસભામાં સભાસારનો વધુમાં વધુ ઉપયોગ કરવા સૂચના આપવામાં આવી છે.

તાલુકા પંચાયત કચેરી દ્વારા તમામ ગ્રામ પંચાયતોને આ સૂચનાનું પાલન કરી 15 ઓગસ્ટના રોજ ગ્રામસભાનું આયોજન સુચારુ રીતે કરવા જણાવાયું છે.
📲Get App