🔥 TRENDING દેવગઢ, બારિયા: સરકારી હોસ્પિટલમાં 40,0... उपचुनाव में पाँच विधानसभा और एक लोकसभा... Protests Intensify Over Dam Project as... FADA Reports 13.75% Rise in September... APEDA Chair Taba Tedir Inspects 130 kW... धनतेरस के कारण राजस्थान में पंचायत चुन...
06 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ડેભારી ગામમાં 15મી ઓગસ્ટની રેલીમાં વિદ્યાર્થીઓ કાદવ-કીચડમાં ચાલવા મજબૂર
Local

ડેભારી ગામમાં 15મી ઓગસ્ટની રેલીમાં વિદ્યાર્થીઓ કાદવ-કીચડમાં ચાલવા મજબૂર

✍️ Reporter: AKASH JOSHI 🗓 16 Aug 2026, 04:06 PM 👁 72
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વિરપુર તાલુકાના ડેભારી ગામમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી દરમિયાન પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને ગંદકી અને કાદવ ભરેલા માર્ગ પરથી પસાર થવું પડ્યું, જેના કારણે ગ્રામ પંચાયતની કામગીરી સામે પ્રશ્નો ઉઠ્યા છે.

દેશભક્તિની રેલી કે કાદવની કસોટી...

વિરપુર તાલુકાના ડેભારી ગામે 15 ઓગસ્ટની રેલીમાં વિદ્યાર્થીઓ કાદવ-કીચડમાંથી પસાર થવા મજબૂર..

હાથમાં તિરંગો, પગ નીચે કાદવ! કેટલાક વિદ્યાર્થીઓની રેલી દરમિયાન કાદવમાં ખાબક્યા..

વિરપુર તાલુકાના ડેભારી ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલા તોરણાના મુવાડા ગામની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને 15 ઓગસ્ટની રેલી દરમિયાન કાદવ-કીચડમાંથી પસાર થવાની ફરજ પડી હતી. દેશભક્તિના પર્વે હાથમાં તિરંગા લઈને ગામમાં જનજાગૃતિ રેલી યોજી રહેલા બાળકોને મંદિર ફળિયામાં ગંદકી અને કાદવ ભરાયેલા માર્ગ પરથી પસાર થવું પડ્યું હતું.રેલી દરમિયાન માર્ગ પર ભારે કાદવ-કીચડ હોવાથી અનેક વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. કેટલાક બાળકો કાદવમાં લપસી પડ્યા હતા, જ્યારે કેટલાક વિદ્યાર્થીઓ હાથમાં રાષ્ટ્રધ્વજ સાથે જ કાદવમાં પડી ગયા હોવાની ઘટના સામે આવી છે. આ સમગ્ર સ્થિતિને લઈને ગ્રામ પંચાયતની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે.15 ઓગસ્ટ જેવા રાષ્ટ્રીય પર્વે શાળાના બાળકો રેલી યોજવાના હોય ત્યારે માર્ગોની અગાઉથી સફાઈ કરવી અને ગંદકી દૂર કરવી ગ્રામ પંચાયતની જવાબદારી હોવી જોઈએ. પરંતુ બાળકોને જ કાદવ-કીચડમાંથી પસાર થવું પડે તે સ્થિતિ તંત્રની બેદરકારી છતી કરે છે.સ્થાનિકોમાં સવાલ ઉઠી રહ્યો છે કે, સામાન્ય દિવસોમાં સફાઈ ન થતી હોય તો પણ ઓછામાં ઓછા રાષ્ટ્રીય પર્વના કાર્યક્રમ પહેલાં તો રસ્તાઓની સફાઈ કેમ કરવામાં આવી નહીં? બાળકોની સુરક્ષા અને સ્વચ્છતાને લઈને તંત્ર તાત્કાલિક ધ્યાન આપે તેવી માંગ ઉઠી છે...
📲Get App