🔥 TRENDING Shamna Kasim says she was pregnant dur... Shooting reported at Ace Hardware on T... Protesters Hold Sit‑In Demanding Updat... Security Situation of SPT Reviewed, Sa... Union Minister Kiren Rijiju pledges fu... Meghalaya Can Reject Uranium Projects...
27 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
હિંમતનગરમાં કેનેડા વર્ક વિઝાના નામે રૂ. 1.37 કરોડની છેતરપિંડીનો આક્ષેપ

હિંમતનગરમાં કેનેડા વર્ક વિઝાના નામે રૂ. 1.37 કરોડની છેતરપિંડીનો આક્ષેપ

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 11 Jul 2026, 10:24 PM 👁 64
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
હિંમતનગરમાં કેનેડા વર્ક વિઝાના નામે રૂ. 1.37 કરોડની છેતરપિંડીનો આક્ષેપ વિઝા કન્સલ્ટન્સી ચલાવતી યુવતી સામે ફરિયાદ; પોલીસ તપાસ તેજ, આરોપી ફરાર

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં કેનેડા વર્ક વિઝા અપાવવાની લાલચ આપી લાખો રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી હોવાનો ચોંકાવનારો મામલો પ્રકાશમાં આવ્યો છે. હિંમતનગરમાં વિઝા કન્સલ્ટન્સી ચલાવતી પ્રિતી વ્યાસ નામની યુવતી સામે ભોગ બનનાર યુવકે પોલીસમાં ફરિયાદ નોંધાવતા સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો છે.

ફરિયાદ અનુસાર, પ્રિતી વ્યાસે કેનેડામાં વર્ક વિઝા અપાવી વિદેશ મોકલવાની ખાતરી આપીને ફરિયાદી પાસેથી કુલ રૂ. 23 લાખ વસૂલ્યા હતા. જોકે બાદમાં માત્ર રૂ. 4 લાખ પરત આપ્યા હતા, જ્યારે બાકીના રૂ. 19 લાખ પરત ન આપતાં છેતરપિંડી થયાની ફરિયાદ હિંમતનગર પોલીસ મથકે નોંધાવવામાં આવી હતી.
પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન સામે આવ્યું છે કે આરોપીએ માત્ર એક જ નહીં પરંતુ અન્ય અનેક લોકોને પણ કેનેડાના વર્ક વિઝાના નામે રૂપિયા પડાવી છેતરપિંડી આચરી હોવાની શક્યતા છે. અત્યાર સુધીમાં આરોપી સામે કુલ રૂ. 1 કરોડ 37 લાખની છેતરપિંડીના આક્ષેપો સાથે ફરિયાદ નોંધાઈ હોવાનું જાણવા મળ્યું છે.

ફરિયાદ નોંધાયા બાદ આરોપી પ્રિતી વ્યાસ ફરાર થઈ ગઈ હોવાનું સામે આવ્યું છે. હિંમતનગર પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી છે. ઉપરાંત સમગ્ર કૌભાંડમાં અન્ય કેટલા લોકો ભોગ બન્યા છે, કેટલી રકમની ઉઘરાણી કરવામાં આવી છે અને તેમાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે નહીં તે સહિતના મુદ્દાઓ પર પણ પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
📲Get App