🔥 ट्रेंडिंग दून: पार्ट थ्री का आधिकारिक ट्रेलर द ट... सायक्लोन अर्नब ने बिहार, यूपी, राजस्था... ತುಮಕೂರು: ಕಾರ್ಖಾನೆಯ ಯಂತ್ರಕ್ಕೆ ಸಿಲುಕಿ ಯು... भारतीय महिला क्रिकेटर T20 टीम में जगह... भारत और लिकटेंस्टीन ने व्यापार को बढ़ा... पीजीटीआई ने बिजनेस टुडे के साथ कॉरपोरे...
28 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
कृषि

લાઠી દુધાળા ગામમાં 125 ખેડુતોને પ્રાકૃતિક ખેતી તાલીમ

✍️ रिपोर्टर: Rangpara Shaileshbhai 🗓 28 अक्टू. 2026, 11:20 AM 👁 21
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

લાઠી તાલુકાના દુધાળા ગામમાં 29 ઓક્ટોબર 2026 ના રોજ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના સહકારથી 125 ખેડુતોને પ્રાકૃતિક ખેતીના પાંચ આયામો અને રોગ-જીવાત નિયંત્રણ અંગે તાલીમ આપવામાં આવી. માસ્ટર ટ્રેનર વૈશાલીબેન ચાવડાએ પેદાશોના વેચાણ અને ખર્ચ ઘટાડવા માર્ગદર્શન આપ્યું.

29 ઓક્ટોબર 2026 ના રોજ લાઠી તાલુકાના દુધાળા ગામમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર (કેવીકે), અમરેલી અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના સંકલનથી પ્રાકૃતિક ખેતીમાં રસ ધરાવતા સ્વયંપ્રેરિત ખેડૂતો માટે તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.

કેવીકેના વડા ડો. મિનાક્ષી કે. બારીયાના માર્ગદર્શન હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં ડો. શ્વેતાબેન પટેલે પ્રાકૃતિક ખેતીના પાંચ આયામો, તેની બનાવટ અને ઉપયોગ તથા રોગ-જીવાત નિયંત્રણ અંગે માહિતી આપી હતી. હળદર, ઘઉં અને ચણા જેવા પાકોમાં પ્રાકૃતિક ખેતી કેવી રીતે કરી શકાય તે અંગે પણ સમજણ આપવામાં આવી હતી.

પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના માસ્ટર ટ્રેનર વૈશાલીબેન ચાવડાએ પ્રાકૃતિક ખેતીના ફાયદા અને પેદાશોના વેચાણ અંગે માર્ગદર્શન આપ્યું હતું. જમીનની ફળદ્રુપતા જાળવવા અને ખેતી ખર્ચ ઘટાડવા પ્રેરિત કરાયા હતા.

આ તાલીમમાં 125 જેટલા ખેડૂત ભાઈઓ અને બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. અંતે ખેડૂતોના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી.
📲Get App