🔥 ट्रेंडिंग અંતરના અજવાળા " દિવાળી સ્નેહ સંમેલન કા... જ્યાં જનતાનો વિશ્વાસ છે, ત્યાં સુરક્ષા... खेड़ रणछोड़ राय मंदिर में आज सजेगा भव्... शैलेंद्र कुमार को जम्मू-कश्मीर के मुख्... जम्मू-कश्मीर सरकार ने पूरे प्रदेश में... जम्मू और कश्मीर में आज हल्की बारिश और...
05 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ભરૂચ-નર્મદા જિલ્લામાં 12થી 16 ઓગસ્ટ દરમિયાન વરસાદી માહોલની આગાહી
मौसम

ભરૂચ-નર્મદા જિલ્લામાં 12થી 16 ઓગસ્ટ દરમિયાન વરસાદી માહોલની આગાહી

✍️ रिपोर्टर: Shahid Mansuri 🗓 12 अग. 2026, 01:26 PM 👁 104
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ભરૂચ અને નર્મદા જિલ્લામાં આગામી દિવસોમાં વરસાદી માહોલ યથાવત રહેવાની આગાહી કરવામાં આવી છે, જેમાં ખેડૂતોને પાક માટે તકેદારી રાખવાની અપીલ કરવામાં આવી છે.

ભરૂચ-નર્મદા જિલ્લામાં 12થી 16 ઓગસ્ટ દરમિયાન વરસાદી માહોલ યથાવત રહેવાની આગાહી કરવામાં આવી છે. નર્મદા જિલ્લામાં શરૂઆતના દિવસોમાં ભારે વરસાદ બાદ મધ્યમથી હળવો વરસાદ થવાની શક્યતા છે. હવામાં 95% જેટલો ભેજ રહેવાની સાથે 13થી 16 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

ભરૂચ જિલ્લામાં આગામી પાંચ દિવસ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. હવામાન વિભાગની આગાહી મુજબ આશરે 3 ઈંચ જેટલો વરસાદ નોંધાઈ શકે છે.

બદલતા હવામાનને ધ્યાનમાં રાખી, ખેડૂતોને પાક અને ખેતીવાડી કામગીરીમાં જરૂરી તકેદારી રાખવા અપીલ કરવામાં આવી છે.
📲Get App