🔥 TRENDING ખેડા: નર્મદા કેનાલમાં ડૂબી ગયેલા યુવકન... CSK Management Threatens Legal Action... రిమ్స్ అగ్ని ప్రమాద స్థలాన్ని పరిశీలిం... કાઠિયાવાડના ક્ષત્રિય ડાયરામાં રામ બાપા... बुढ़वा मंगल पर्व को लेकर अपर पुलिस अधी... କଟକର ଐତିହାସିକ ବାରବାଟୀ ଷ୍ଟାଡିୟମରେ
23 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

ડુંગર ગામે 101 દેશી વૃક્ષોનું વાવેતર: પર્યાવરણ જાગૃતિ માટે વૃક્ષ યાત્રા યોજાઈ

✍️ Reporter: હસમુખભાઇ સાંગાણી 🗓 23 Sep 2026, 02:12 PM 👁 10
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

રાજુલા તાલુકાના ડુંગર ગામે પર્યાવરણ જાગૃતિ અને ગ્લોબલ વોર્મિંગ સામે વૃક્ષારોપણનો સંદેશ આપવા માટે 101 દેશી વૃક્ષો સાથે દોઢ કિલોમીટરની વૃક્ષ યાત્રા યોજાઈ હતી, જેમાં 'વૃક્ષ વાવો, વરસાદ લાવો' જેવા સૂત્રોચ્ચાર ગુંજ્યા હતા.

રાજુલા તાલુકાના ડુંગર ગામે પર્યાવરણ જાગૃતિ અને ગ્લોબલ વોર્મિંગ સામે વૃક્ષારોપણનો સંદેશ આપવા માટે શ્રી જે. એન. મહેતા સ્કૂલમાં છેલ્લા 33 વર્ષથી કાર્યરત સુરખાબ ઈકો ક્લબ દ્વારા એક પ્રેરણાદાયી વૃક્ષ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. હાઈસ્કૂલથી રામ દરબાર હનુમાન ધારા સુધી આશરે દોઢ કિલોમીટરની આ યાત્રામાં વિદ્યાર્થીઓએ "વૃક્ષ વાવો, વરસાદ લાવો", "વૃક્ષ વાવીએ, દુષ્કાળ હટાવીએ", "આજે વાવેલું એક વૃક્ષ, આવતીકાલનો શ્વાસ", "વૃક્ષ જતન, આબાદ વતન" જેવા બુલંદ સૂત્રોચ્ચાર સાથે ગામમાં પર્યાવરણ જાગૃતિનો સંદેશ ફેલાવ્યો હતો. ગ્રામજનો અને વેપારીઓએ પણ વિદ્યાર્થીઓની આ પહેલને ઉત્સાહપૂર્વક આવકારી હતી.

વૃક્ષ યાત્રા દરમિયાન અને રામ દરબાર હનુમાન ધારા ખાતે "એક પેડ મા કે નામ" અભિયાન અંતર્ગત લીમડો, પારસ પીપળો, ઉમરો સહિતના કુલ 101 જેટલા દેશી વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રામ દરબારના પૂજારી શ્રી સંજયબાપુ, શિક્ષકશ્રી પ્રવીણભાઈ ગોહિલ, વિદ્યાર્થીઓ અને શાળાનો સમગ્ર સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

પૂજારી શ્રી સંજયબાપુએ વૃક્ષારોપણની પ્રવૃત્તિને બિરદાવી હતી અને વૃક્ષો વાવવાની સાથે તેનું નિયમિત જતન કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. સુરખાબ ઈકો ક્લબના સંયોજક શ્રી પ્રવીણભાઈ ગોહિલે વિદ્યાર્થીઓને વૃક્ષોના મહત્વ અંગે માર્ગદર્શન આપ્યું હતું. શાળાના આચાર્ય શ્રી જોરુભાઈ વરુએ આજના સમયમાં વૃક્ષારોપણ અને વૃક્ષજતનને અત્યંત જરૂરી ગણાવી દરેક વ્યક્તિને વધુમાં વધુ વૃક્ષો વાવવા માટે અપીલ કરી હતી. કાર્યક્રમને સફળ બનાવવા શાળાના સ્ટાફ મિત્રો તથા ગ્રામજનોએ સહયોગ આપ્યો હતો.

આ સમગ્ર કાર્યક્રમ "વૃક્ષ વાવો, વૃક્ષ બચાવો અને પર્યાવરણ બચાવો" જેવા પ્રબળ સંદેશ સાથે સફળતાપૂર્વક સંપન્ન થયો હતો, જેણે સ્થાનિક સમુદાયમાં પર્યાવરણ પ્રત્યેની જાગૃતિ વધારવામાં મહત્વનો ફાળો આપ્યો.
📲Get App