🔥 TRENDING Naidu Charts Techno-Utopian Future for... 18 Gujarat Doctors File Ragging Compla... સુરત અડાજણમાં પોલીસની 2 મિનિટ 10 સેકન્... Fire engulfs Mumbai‑Gujarat bus on Wes... Bihar: Minister Chirag Paswan decries... Thousands crowd Govinddevji Temple in...
04 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
નર્મદાના કિનારે બિરાજે છે રણછોડરાય ભગવાન, 100 વર્ષ જૂની છે આસ્થા!

નર્મદાના કિનારે બિરાજે છે રણછોડરાય ભગવાન, 100 વર્ષ જૂની છે આસ્થા!

✍️ Reporter: Bhailalbhai Baria 🗓 04 Sep 2026, 07:00 PM 👁 6
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
રામપુરાના પવિત્ર ધામની અદભુત કહાની...
નર્મદાના પવિત્ર ઉત્તરવાહિની કિનારે વસેલું રામપુરા ગામ... અહીં આજે પણ સદીથી વધુ જૂની ભક્તિ, પરંપરા અને ઇતિહાસ જીવંત છે.
આ ગામમાં આવેલું દશાવતાર રણછોડરાય ભગવાનનું પવિત્ર મંદિર માત્ર મંદિર નથી, પરંતુ લોકોની શ્રદ્ધા અને અડગ આસ્થાનું પ્રતિક છે.
સૌથી ખાસ વાત એ છે કે ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાની શરૂઆત પણ આ પવિત્ર નર્મદા કિનારેથી કરવામાં આવે છે. પરિક્રમા માટે આવતા શ્રદ્ધાળુઓ માટે રણછોડરાય ભગવાનના દર્શન પણ ભક્તિનો મહત્વનો ભાગ બની રહે છે.
ઐતિહાસિક નોંધ મુજબ, 5 ઓગસ્ટ 1913ના રોજ રામપુરાના એક ખેતરમાંથી રણછોડરાય ભગવાનની પ્રતિમા મળી આવી હતી. પ્રતિમા જ્યાંથી મળી, એ જ સ્થળે ભવ્ય મંદિર બનાવવાનો ભક્તોએ સંકલ્પ કર્યો.
ભક્તોના ધર્માદા ફંડથી મંદિરનું બાંધકામ કરવામાં આવ્યું. મંદિર પાછળ કુલ 29,864 રૂપિયાનો ખર્ચ થયો હતો. બાકી રહેલી રકમ રાજપીપળા સંસ્થાનના શ્રીમંત મહારાજા શ્રી વિજયસિંહજી મહારાજ સાહેબે પૂરી કરી હતી.
ત્યારબાદ 28 ફેબ્રુઆરી 1923ના રોજ રણછોડરાય ભગવાનની પ્રતિષ્ઠા કરવામાં આવી અને મંદિર ભક્તો માટે ખુલ્લું મુકાયું.
આજે એક સદીથી વધુ સમય વીતી ગયો છે... પરંતુ રણછોડરાય ભગવાન પ્રત્યેની શ્રદ્ધા આજે પણ એટલી જ અડગ છે.
ખાસ કરીને જન્માષ્ટમીના પાવન દિવસે અહીં ભજન-કીર્તન સાથે ભક્તિમય માહોલ સર્જાય છે અને આસપાસના અનેક ગામોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે આવે છે.
ઉત્તરવાહિની નર્મદાના પવિત્ર કિનારે અને નર્મદા પરિક્રમાના પ્રારંભિક સ્થાન તરીકે આ ધામ રામપુરા ગામની આસ્થા, ઇતિહાસ અને સંસ્કૃતિની જીવંત ઓળખ બની ગયું છે.
સમય બદલાયો, પેઢીઓ બદલાઈ... પરંતુ રણછોડરાય ભગવાન પ્રત્યેની ભક્તિ આજે પણ અકબંધ છે.
📲Get App