🔥 TRENDING Haryana Reports Lowest Sex Ratio at Bi... Haryana Factory Registrations Fall 35%... Security Forces Seize Explosives from... Chhattisgarh Auctions 65 Mineral Block... IMD Issues Red Alert for Very Heavy Ra... Punjab BJP Declares Contest for All 11...
01 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

વિરમગામમાં પટેલ ફળી વિસ્તારમાં જુગાર રમતા 10 શખ્સો ઝડપાયા

✍️ Reporter: Gilani Asikali 🗓 31 Aug 2026, 11:31 AM 👁 94
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વિરમગામ શહેરના પટેલ ફરી વિસ્તારમાં આવેલા ભીમજી જાલાના ખાંચા ખાતે જાહેરમાં જુગાર રમતા શખ્સો સામે ટાઉન પોલીસે કાર્યવાહી કરી હતી.
પોલીસે સ્થળ પરથી નિકુંજ કમલેશભાઈ ચાવડા, વિશાલભાઈ, હસમુખભાઈ નાગર, જૈમીનભાઈ, રાજેશભાઈ પરમાર, સીતનભાઈ, રમેશભાઈ કટેચિયા, હિટેશભાઈ, વિનોદકુમાર દવે, દીપકભાઈ, રમણભાઈ ચાવડા, જૈમીનભાઈ, રાજેશભાઈ ચૌહાણ, કલ્પેશભાઈ, રમણભાઈ જાદવ સહિતના શખ્સોને ઝડપી પાડ્યા હતા.
પોલીસે જુગારના સ્થળેથી રૂ. 20,850ની રોકડ રકમ તથા જુગારના સાધનો સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ટાઉન પોલીસે તમામ આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
રિપોર્ટર.
આસીકઅલી ગીલાણી
વિરમગામ
📲Get App