🔥 ट्रेंडिंग द टाइम्स ऑफ इंडिया ने 5 अक्टूबर 2026 क... त्रिब्यून पर 2027 उत्तर प्रदेश विधानसभ... द थ्रिब्यून ने दिखाया 'दहरामसलाकैंट' क... বন্ধ হতে চলেছে আরও একটি দুর্গাপূজা सुधा चंद्रन ने बताया टीवी के शुरुआती द... नेटफ़्लिक्स ने श्रृंखला संचार के लिए न...
06 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
પેટલાદના વોર્ડ નં. 1માં વરસાદી પાણીના ભરાવથી લોકો મુશ્કેલીમાં
स्थानीय

પેટલાદના વોર્ડ નં. 1માં વરસાદી પાણીના ભરાવથી લોકો મુશ્કેલીમાં

✍️ रिपोर्टर: Samir Malek 🗓 01 अग. 2026, 08:54 PM 👁 86
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

પેટલાદ શહેરના વોર્ડ નં. 1માં ભારે વરસાદના કારણે જનજીવન ઠપ્પ થઈ ગયું છે. સ્થાનિક લોકો નગરપાલિકાની બેદરકારીને લઇને રોષ વ્યક્ત કરી રહ્યા છે.

પેટલાદ શહેરના વોર્ડ નં. 1માં છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદના કારણે પાણી ભરાઈ ગયું છે, જેના કારણે સ્થાનિક લોકોની દૈનિક જીવનશૈલી પર અસર થઈ છે. રસ્તાઓ તળાવમાં ફેરવાઈ ગયા છે અને ઘરોમાં પાણી ઘૂસી જવા પામ્યું છે, જેના કારણે બાળકો, મહિલાઓ અને વૃદ્ધો મુશ્કેલીમાં છે.

સ્થાનિક લોકો નગરપાલિકાની કામગીરીને લઇને રોષ વ્યક્ત કરી રહ્યા છે. તેઓનો આક્ષેપ છે કે નગરપાલિકા વેરો વસૂલવામાં તો સક્રિય છે, પરંતુ નાગરિકોની મૂળભૂત સમસ્યાઓને ઉકેલવા માટે તે મૌન રહે છે. લોકો પુછે છે કે દર વર્ષે વરસાદ આવે છે, પાણી ભરાય છે, પરંતુ કાયમી ઉકેલ કેમ નથી મળતો?

આ વિસ્તારમાં લોકો વિકાસના મોટા દાવા વચ્ચે પાણીમાં જીવવા મજબૂર બન્યા છે. સ્થાનિકોની માંગ છે કે પેટલાદ નગરપાલિકા માત્ર કાગળ પર નહીં, પરંતુ મેદાનમાં ઉતરી તાત્કાલિક પાણીના નિકાલની વ્યવસ્થા કરે અને વર્ષોથી ચાલતી આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવે.
📲Get App