🔥 ट्रेंडिंग प्रधानमंत्री नरेंद्र मोदी कल सुबह 11 ब... তৃণমূল নেতা অভিষেক বন্দ্যোপাধ্যায়ের উ... आंगनबाड़ी केंद्र निर्माण में घटिया साम... मनिपुर में आतंकवाद में म्यांमार‑आधारित... मेघालय सीएम ने गरो हिल्स के नेताओं को... ED ने गुटखा व्यापार जांच में असम और मे...
28 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

હિંમતનગર, સાબરકાંઠામાં જનહિત માટે 1 જાન્યુઆરીએ ધરણા અને ઉપવાસ..

✍️ रिपोर्टर: Shahbuddin A Shiroya 🗓 28 नव. 2026, 05:09 PM 👁 25
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

હિંમતનગર શહેરમાં જનહિત સંબંધિત અનેક મુદ્દાઓના નિરાકરણ માટે 1 જાન્યુઆરી 2027એ ધરણા અને ઉપવાસનું આયોજન કરવામાં આવ્યું છે..

સાબરકાંઠાના-:
હિંમતનગર શહેરમાં જનહિત સંબંધિત વિવિધ પ્રશ્નોનું નિરાકરણ મેળવવા માટે 1 જાન્યુઆરી 2027એ ધરણા અને ઉપવાસનું આયોજન કરવામાં આવ્યું છે. આ આંદોલનનું નેતૃત્વ હાથમતી નદી બચાવો આંદોલન સમિતિના ચેરમેન કુમાર એમ. ભાટ કરે છે.કુમાર એમ ભાટ દ્વારા મુખ્યમંત્રી કાર્યાલયમાં હાથમતી નદી બચાવો આંદોલન સમિતિની લેખિત રજૂઆત કરવામાં આવી છે. અગાઉ વિવિધ સરકારી વિભાગોમાં પણ લેખિત અરજીઓ અને RTI દ્વારા આ મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા હતા..

પ્રસ્તાવિત મુદ્દાઓમાં હાથમતી નદીમાં ગંદા ગટરનાં પાણીને અટકાવી નદીને પ્રદૂષણમુક્ત બનાવવું, હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને યોગ્ય સારવાર અને પારદર્શક આરોગ્ય સેવાઓ સુનિશ્ચિત કરવી, ખાનગી એમ્બ્યુલન્સ અને દલાલો દ્વારા થતી કથિત લૂંટને રોકવી, સ્ટ્રીટ વેન્ડર્સ એક્ટ મુજબ નાના ફેરિયાઓને યોગ્ય જગ્યા અને ન્યાય આપવો, તેમજ શહેરની બિસ્માર રસ્તાઓ, સફાઈ અને ઐતિહાસિક વારસાની જાળવણી માટે પગલાં લેવાં.કુમાર એમ ભાટ હિંમતનગરનાં નાગરિકોને આ જનહિત આંદોલનમાં જોડાઈ ધરણા અને ઉપવાસને સફળ બનાવવા માટે સહકાર આપવાની અપીલ કરે છે.
📲Get App