🔥 TRENDING डगराकुआँ में अवैध रेत भंडारण को नष्ट क... सिकंदरा चौराहे पर वाहनों का लगा लंबा ज... ग्वालियर में ऑटो रिक्शा और माल वाहनों... ग्वालियर ग्रामीण में सम्मानित हुए अंतर... जल निगम ने शाहजहांपुर में पेयजल पाइपला... Heavy Rain Forecast: Schools Closed in...
28 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

કેશોદમાં 'જૂના રમકડે નવું સ્મિત' પ્રકલ્પ અંતર્ગત 1 નવેમ્બરે જરૂરિયાતમંદ બાળકોને નિઃશુલ્ક રમકડાંનું વિતરણ..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 28 Oct 2026, 07:54 PM 👁 9
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ભારત વિકાસ પરિષદ દ્વારા કેશોદ શહેરમાં લોકો પાસેથી એકત્રિત કરાયેલા જૂના રમકડાં દિવાળી નિમિત્તે જરૂરિયાતમંદ બાળકોને ભેટ આપવામાં આવશે. આ પ્રસંગે બાળકો માટે વિવિધ રમતો પણ આયોજિત કરવામાં આવશે..

ભારત વિકાસ પરિષદ, કેશોદ દ્વારા 'જૂના રમકડે નવું સ્મિત' પ્રકલ્પ અંતર્ગત જરૂરિયાતમંદ બાળકોના ચહેરા પર ખુશી લાવવાના ઉમદા આશયથી કેશોદના ડી.પી. રોડ, અમૃતનગર, આંબાવાડી, પીપળીયા નગર અને આલાપ કોલોની સહિતના વિસ્તારોમાં ઘરે-ઘરે જઈ લોકોને જૂનાં રમકડાં આપવા અપીલ કરવામાં આવી હતી. આ અપીલને લોકોએ ઉત્સાહભેર પ્રતિસાદ આપતાં સાયકલ, ટ્રાઇસિકલ, ટેડી બિયર સહિતનાં વિવિધ રમકડાં મોટી સંખ્યામાં ભેટરૂપે આપ્યાં હતાં.એકત્રિત કરાયેલાં રમકડાંને વ્યવસ્થિત કરીને જરૂરિયાતમંદ અને આર્થિક પરિસ્થિતિને કારણે રમકડાં ખરીદી ન શકતાં બાળકોને દિવાળીના પર્વ નિમિત્તે ભેટ આપવામાં આવશે. આગામી તા. 1 નવેમ્બરના રોજ કેશોદના દીનદયાળ ઉપાધ્યાય બગીચામાં બાળકોને આમંત્રિત કરી વિવિધ રમતો રમાડવામાં આવશે અને ત્યારબાદ ડ્રો સિસ્ટમ દ્વારા નિઃશુલ્ક રમકડાંનું વિતરણ કરવામાં આવશે.

આ સેવાકીય પ્રકલ્પને સફળ બનાવવા ભારત વિકાસ પરિષદના સ્થાપક પ્રમુખ ડોકટર સ્નેહલ તન્ના, પ્રમુખ આર.પી. સોલંકી, જિતેન્દ્ર પટેલ, જિતેન્દ્ર ધોળકિયા, જયદીપ સોની, દિનેશ કાનાબાર, અજય દત્તા, ચિંતન પનારા અને જગમાલભાઈ નંદાણીયા સહિતના સભ્યોએ ઘરે-ઘરે જઈ રમકડાં એકત્રિત કરવા જહેમત ઉઠાવી હતી.આ પ્રસંગે અશ્વિનભાઈ સાબલપરા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.લોકોના સહયોગથી સાકાર થઈ રહેલો આ પ્રકલ્પ બાળકો માટે દિવાળીની ખુશીઓ બમણી કરવાની સાથે સમાજમાં સેવાભાવ અને માનવતાનું સુંદર ઉદાહરણ પૂરું પાડશે.
📲Get App