Local
ભાવનગર–સોમનાથ હાઈવે પર વધુ એક ગમખ્વાર અકસ્માત: સારવાર દરમિયાન યુવાનનું મોત
પોલીસ અને હોસ્પિટલ સ્ટાફની કામગીરી થી ઓળખ થવા પામી
બ્રેકિંગ ન્યૂઝ...
ભાવનગર–સોમનાથ હાઈવે પર વધુ એક ગમખ્વાર અકસ્માત: સારવાર દરમિયાન યુવાનનું મોત
રાજુલા: ભાવનગર–સોમનાથ હાઈવે પર નાગેશ્રી નજીક ડુંગર ગામના રહેવાસી કેતન દિનેશભાઈ કણઝરીયા મોટરસાયકલ અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માત બાદ હાઈવેની એમ્બ્યુલન્સ મારફતે તેમને તાત્કાલિક રાજુલા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું દુઃખદ મોત નીપજ્યું હતું.
મળતી માહિતી મુજબ, અકસ્માત સમયે યુવાન મોટરસાયકલ પર એકલા હતા અને તેમની સાથે કોઈ પરિચિત વ્યક્તિ હાજર નહોતી. આથી તેમની ઓળખ મેળવવામાં શરૂઆતમાં મુશ્કેલી પડી હતી. રાજુલા પોલીસ અને હોસ્પિટલના સ્ટાફ દ્વારા માનવતાભર્યા પ્રયાસો હાથ ધરી યુવાનના મોબાઈલમાં રહેલા સીમકાર્ડની મદદથી તેમના પરિચિતો અને પરિવારજનોનો સંપર્ક કરવામાં આવ્યો હતો.
પોલીસ અને હોસ્પિટલના સ્ટાફ દ્વારા ભારે જહેમત બાદ યુવાનની ઓળખ ડુંગર ગામના કેતન દિનેશભાઈ કણઝરીયા તરીકે થઈ હતી અને તેમના પરિવારજનોને જાણ કરવામાં આવી હતી. જોકે, પરિવારજનો અને મિત્રો હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ સારવાર દરમિયાન યુવાનનું મોત નીપજ્યું હતું. ત્યારબાદ પરિવારજનોની હાજરીમાં મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે ભાવનગર–સોમનાથ હાઈવે પર છેલ્લા 24 કલાકમાં અકસ્માતની આ ત્રીજી ઘટના હોવાનું જાણવા મળ્યું છે. સતત બની રહેલા અકસ્માતોને પગલે વાહનચાલકોમાં ચિંતા જોવા મળી રહી છે.
આ સમગ્ર મામલે રાજુલા પોલીસ દ્વારા હાઈવે પરથી પસાર થતા તમામ વાહનચાલકોને અપીલ કરવામાં આવી છે કે વાહન ધીમે અને સાવચેતીપૂર્વક ચલાવે, ટ્રાફિકના નિયમોનું પાલન કરે અને ઉતાવળમાં વાહન ચલાવવાનું ટાળે.
એક ક્ષણની બેદરકારી જીવનભરનું દુઃખ આપી શકે છે, સલામત વાહન ચલાવો.