Automobile
લીલીયા–અમરેલી રોડ પર મોડી રાત્રે ઇકોસ્પોર્ટ ને મહેન્દ્ર xuv કાર વચ્ચે ધડાકાભેર અકસ્માત
Watch on:
▶️ YouTube
લીલીયા–અમરેલી રોડ પર મોડી રાત્રે બે કાર વચ્ચે ધડાકાભેર અકસ્માત
ઇકો સ્પોર્ટ્સ અને મહિન્દ્રા XUV વચ્ચે જોરદાર ટક્કર થતાં બંને વાહનોને ભારે નુકસાન; એક કારની એરબેગ ખૂલી, ત્રણ વાહનચાલકોને નાની-મોટી ઈજાઓ
લીલીયા મોટા: લીલીયા–અમરેલી રોડ પર મોડી રાત્રે બે ફોરવ્હીલર કાર વચ્ચે જોરદાર અકસ્માત સર્જાતાં વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ઇકો સ્પોર્ટ્સ અને મહિન્દ્રા XUV કાર વચ્ચે ધડાકાભેર ટક્કર થતાં બંને વાહનોને ભારે નુકસાન પહોંચ્યું હતું.
પ્રાપ્ત વિગતો અનુસાર, મોડી રાત્રિના સમયે બંને કાર વચ્ચે થયેલી આ ટક્કર એટલી જોરદાર હતી કે એક કારની એરબેગ ખૂલી ગઈ હતી. અકસ્માતની ગંભીરતાને જોતા એરબેગ ખુલવાથી વાહનમાં સવાર લોકોને સુરક્ષા મળી હતી. આ અકસ્માતમાં ત્રણ વાહનચાલકોને નાની-મોટી ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.
અકસ્મતમાં બંને વાહનોને નુકસાન થતાં ઘટનાસ્થળે લોકોના ટોળાં એકત્ર થયાં હતાં. મોડી રાત્રે માર્ગ પર સર્જાયેલી આ ઘટનાને પગલે વાહનચાલકોમાં પણ ચિંતા જોવા મળી હતી.
જોકે, બંને કાર વચ્ચે અકસ્માત કયા ચોક્કસ કારણોસર સર્જાયો તે અંગેની વિગતો હજુ સુધી સ્પષ્ટ થઈ નથી. અકસ્માતને પગલે લીલીયા–અમરેલી માર્ગ પર વાહનચાલકોમાં ચર્ચા જાગી હતી.
અજય વિરાણી