🔥 TRENDING ‘Woman Unknown’ clinches Venice Film F... Nikhil Siddhartha reveals 175‑day sche... MUTA opposes amendment to Private Univ... Vijay and Ajith Kumar's Four Iconic En... Tamil Nadu CM Vijay flags off Silverst... Swiss Woman Launches School Initiative...
13 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
National

Vikas

✍️ Reporter: Sabir Haji 🗓 11 Sep 2026, 08:26 PM 👁 25
Watch on: 📘 Facebook
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

Sabir haji

દ્વારકા:
યાત્રાધામ દ્વારકા નજીક આવેલા રૂપણ બંદર ખાતે માળખાકીય સુવિધાઓની ભારે બિનઅસરકારકતા સામે આવી રહી છે, જેના કારણે સ્થાનિક બોટચાલકો, માછીમારો અને આવનજાવન કરતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
સ્થાનિકો પાસેથી મળતી વિગતો મુજબ, બંદર પર સૌથી મોટી સમસ્યા હોડીઓના પાર્કિંગની છે. યોગ્ય અને સુરક્ષિત પાર્કિંગ (બર્થિંગ) માટેનું ચોક્કસ માળખું ન હોવાને કારણે બોટમાલિકોને ભારે મુશ્કેલી પડી રહી છે. આ ઉપરાંત, બંદર તરફ જતા અને ત્યાંથી પસાર થતા રસ્તાઓ પણ પાકા બનાવવામાં આવ્યા નથી. કાચા અને ખરાબ રસ્તાઓના કારણે અવારનવાર નાના-મોટા અકસ્માતો અને અવરજવરમાં વિલંબ થાય છે.
વધુમાં, તંત્રની બેદરકારીનું ઉત્તમ ઉદાહરણ અહીં બનેલો પાણીનો ટાંકો છે. બંદર પર પીવાના અને વપરાશના પાણી માટે ટાંકાનું નિર્માણ તો કરી દેવાયું છે, પરંતુ તેમાં પાણીનો કોઈ પુરવઠો જ પૂરો પાડવામાં આવતો નથી. પાણી વગરનો આ ટાંકો માત્ર શોભાના ગાંઠિયા સમાન બનીને રહી ગયો છે.
સ્થાનિક માછીમારો અને બંદર સાથે સંકળાયેલા લોકોની માગણી છે કે ગુજરાત મેરીટાઇમ બોર્ડ (GMB) અને સંબંધિત સ્થાનિક તંત્ર આ બાબતે તાત્કાલિક નોંધ લે, રસ્તાઓ પાકા બનાવે, પાણીની વ્યવસ્થા શરૂ કરે અને બોટ પાર્કિંગ માટે યોગ્ય સુવિધા ઊભી કરે.
📲Get App