🔥 TRENDING રાજુલા કરોડોની આધુનિક હોસ્પિટલ, પણ મે... Prakash Surve Leads Protest Against Sa... मिर्गी रोग जागरूकता कार्यक्रम का सफल स... Avengers Doomsday India Advance Bookin... बेहजम रोड पर जलभराव, यातायात बाधित Eknath Shinde Targets Uddhav Thackeray...
17 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

હ્યુમન રાઈટ્સ ફેડરેશન (USA) દ્વારા આણંદમાં TAT HS પરીક્ષાર્થીઓ માટે રી-એસેસમેન્ટ અને પારદર્શિતા માંગણી..

✍️ Reporter: એસ એ શિરોયા 🗓 17 Nov 2026, 07:50 PM 👁 28
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

આણંદ જિલ્લા પ્રમુખ દિનેશ જી. પરમાર દ્વારા હ્યુમન રાઈટ્સ ફેડરેશન (USA) એ નાયબ કલેક્ટરશ્રી અને મુખ્યમંત્રીશ્રીને TAT HS પરીક્ષાની પારદર્શિતા અને રી-એસેસમેન્ટ માટે પાંચ માંગણીઓ સાથે આવેદનપત્ર રજૂ કર્યું..

હ્યુમન રાઈટ્સ ફેડરેશન (USA) એ આણંદના નાયબ કલેક્ટર અને મુખ્યમંત્રીને TAT HS પરીક્ષાર્થીઓના હિતમાં આવેદનપત્ર રજૂ કર્યું,જેમાં પરીક્ષાની પારદર્શિતા અને રી-એસેસમેન્ટ માટે પાંચ મુખ્ય માંગણીઓ રજૂ કરવામાં આવી છે.આવેદનપત્રમાં રજૂ કરેલી માંગણીઓમાં પ્રથમ, પેપર-1 અને પેપર-2ના ગુણ અલગ-અલગ જાહેર કરવા અને બંને પેપરના કુલ ગુણની સ્પષ્ટ વિગતો આપવા; બીજી, ઉમેદવારોને તેમની ઉત્તરવહીની નકલ ઉપલબ્ધ કરાવવા; ત્રીજી, ગુણની ગણતરીમાં ચોકસાઈ રાખી અને મૂલ્યાંકન સંબંધિત ભૂલો સામે યોગ્ય રજૂઆત કરવાની તક આપવી,ચોથી કોઈપણ સંજોગોમાં TAT HS પરીક્ષા રદ ન કરવામાં આવે અને જો ક્ષતિ કે અનિયમિતતા જણાય તો તેની ઊંડાણપૂર્વક તપાસ કરી યોગ્ય સુધારા સાથે કાર્યવાહી કરવામાં આવે; પાંચમી, ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડને ઉત્તરવહીઓનું રી-એસેસમેન્ટ કરવાની મંજૂરી આપવી..

સંસ્થાએ જણાવ્યું છે કે પરીક્ષાર્થીઓને ન્યાય મળે તે માટે પરીક્ષા પ્રક્રિયામાં પારદર્શિતા અને જવાબદારી અત્યંત જરૂરી છે. તેઓ આશા રાખે છે કે સંબંધિત તંત્ર આ રજૂઆતને ગંભીરતાથી ધ્યાને લઈ પરીક્ષાર્થીઓના હિતમાં યોગ્ય કાર્યવાહી કરશે.આ આવેદનપત્રની નકલ માનનીય મુખ્યમંત્રી ગુજરાત રાજ્ય, ગાંધીનગર ખાતે પણ રવાના કરવામાં આવી છે, જેથી TAT HS પરીક્ષાર્થીઓના પ્રશ્નો સરકારના ધ્યાનમાં આવે અને યોગ્ય નિર્ણય લેવામાં આવે.
📲Get App