Business
UPI પર MDR લાગુ થતાં તહેવારોમાં રોકડ વ્યવહાર વધવાનો વેપારી સંગઠનોનો દાવો
કેન્દ્ર સરકારના UPI પર 0.4% MDR લાગુ કરવાના નિર્ણયની અસર તહેવારોની સિઝનમાં જોવા મળશે. વેપારી સંગઠનોનો દાવો છે કે આનાથી રોકડ વ્યવહાર વધશે અને નાના વેપારીઓ રોકડને પ્રાધાન્ય આપશે.
વડોદરા: કેન્દ્ર સરકાર દ્વારા UPI ના પસંદગીના મર્ચન્ટ વ્યવહારો પર આગામી 15 ઓક્ટોબરથી 0.4% MDR (મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ) લાગુ કરવાના નિર્ણયની સીધી અસર આગામી તહેવારોની સિઝનમાં જોવા મળશે, તેવો દાવો દેશના અગ્રણી વેપાર સંગઠનોએ કર્યો છે. આ નિર્ણયને કારણે નાના વેપારીઓ UPI ને બદલે રોકડ વ્યવહારને વધુ પ્રાધાન્ય આપી શકે છે.
રિટેલર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા (RAI) અને ચેમ્બર ઓફ ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના જણાવ્યા અનુસાર, જો આ નિર્ણય લાગુ થશે તો અંદાજે રૂ. 2 લાખ કરોડથી વધુનો કારોબાર ડિજિટલમાંથી રોકડમાં શિફ્ટ થઈ શકે છે. આ ઉપરાંત, ગ્રાહકો ચેક અને ક્રેડિટ કાર્ડ તરફ પણ વળી શકે છે. મોબાઈલ રિટેલર્સ એસોસિએશનના મતે, મોબાઈલ રિટેલ વ્યવસાયમાં નફાનું માર્જિન ઓછું હોવાથી વેપારીઓ MDR નો ખર્ચ ગ્રાહકો પર નાખવા, રોકડ પેમેન્ટ ફરજિયાત કરવા અથવા ડિસ્કાઉન્ટ ઘટાડવા જેવા વિકલ્પો અપનાવી શકે છે.
CA અશોક બત્રા (દિલ્હી)ના મતે, ડિજિટલ ઓડિટ ટ્રેલના કારણે વ્યાપારિક ટર્નઓવર પારદર્શક બન્યું છે. હવે કાચા બિલનું ચલણ વધશે અને ઈન્કમ ટેક્સના દરોડા અને સર્વેનો તબક્કો ફરી શરૂ થઈ શકે છે. RBI ના ડેટા અનુસાર દર મહિને રૂ. 30 લાખ કરોડના પેમેન્ટ UPI થી થાય છે, જેમાંથી આશરે 75% પેમેન્ટ રૂ. 2000 થી વધુના હોય છે. CAIT ના અંદાજ મુજબ, રૂ. 22 લાખ કરોડથી વધુના માસિક વ્યવહારોમાંથી 50% એટલે કે રૂ. 11 લાખ કરોડના પેમેન્ટ રોકડમાં શિફ્ટ થઈ શકે છે.
આ અંગે વેપારી આલમ દ્વારા સરકારને આ નિર્ણય પર પુનઃવિચારણા કરવા માટે માંગ કરવામાં આવી છે.