🔥 TRENDING ಪೂಜ್ಯರ 79ನೇ ಹುಟ್ಟುಹಬ್ಬದ ಸಂದರ್ಭದಲ್ಲಿ ತು... નર્મદા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કક્ષા... ધાંગધ્રા નરશીપરા વિસ્તારમાં કૂવામાં પડ... सवाई माधोपुर मे ं सबस े ज्यादा 9 उच्च... Bhopal Police Arrest Ramanuj Gurjar fo... કડી તાલુકા બાવલુમાં કેબલ ચોર ગેંગ પકડવ...
25 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
UGVCLના વીજ થાંભલા પરથી વીજવાયરની ચોરી કરતી ગેંગ ઝડપાઈ

UGVCLના વીજ થાંભલા પરથી વીજવાયરની ચોરી કરતી ગેંગ ઝડપાઈ

✍️ Reporter: Gilani Asikali 🗓 07 Oct 2026, 10:30 PM 👁 176
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
છ આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડી ચોરીના 3 ગુનાઓનો ભેદ ઉકેલાયો અમદાવાદ ગ્રામ્ય LCBની કાર્યવાહી ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ UGVCLના વીજ થાંભલા ઉપર લગાવવામાં આવેલા વીજવાયરોની ચોરી કરતી ગેંગ સામે અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.પોલીસે વીજવાયરની ચોરીના ગુનામાં સંડોવાયેલી છ આરોપીઓની ગેંગને મુદ્દામાલ સાથે ઝડપી પાડી પૂછપરછ હાથ ધરી હતી. પોલીસ તપાસ દરમિયાન વીજવાયરની ચોરીના કુલ ત્રણ ગુનાઓનો ભેદ ઉકેલવામાં સફળતા મળી હોવાનું સામે આવ્યું છે.આ કાર્યવાહીમાં પોલીસે ચોરીમાં ઉપયોગમાં લેવાયેલો તથા ચોરી કરાયેલો મળી કુલ અંદાજે રૂપીયા છલાખ પચાસ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.આ સમગ્ર કાર્યવાહી અમદાવાદ ગ્રામ્ય એલ.સી.બી. પોલીસ ટીમ દ્વારા કરવામાં આવી હતી. પોલીસે ઝડપાયેલા આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે. રિપોર્ટર આસીક અલી ગીલાણી વિરમગામ
📲Get App