🔥 TRENDING નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસમાં ઉંડવ... Police say Tiger Shroff attackers plot... Chinmay Sutar scores unbeaten 400 for... Chinmay Sutar's Record 400 Propels Him... Punjab's Amritsar Commission Issues No... Khachariyawas Village Claims ₹1,000 Cr...
20 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
National

Toling but no tras

✍️ Reporter: Sabir Haji 🗓 19 Oct 2026, 11:24 PM 👁 16
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

Sabir haji

પોરબંદર-દ્વારકા દરિયાકાંઠે ટ્રોલિંગ બોટોનો ત્રાસ: નાના માછીમારની હોડીની તદ્દન નજીકથી ટ્રોલિંગ બોટ પસાર થતાં જીવનું જોખમ; અકસ્માત થાય તો જવાબદારી કોની?
પોરબંદર/દ્વારકા:
પોરબંદર અને દ્વારકાના સમુદ્રમાં રાત્રિના સમયે માછીમારી કરતા નાના અને ગરીબ માછીમારોની સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. દરિયામાં માછીમારી કરી રહેલા નાના માછીમારની હોડીની તદ્દન બાજુમાંથી મોટી ટ્રોલિંગ બોટો બેફામ અને જોખમી રીતે પસાર થઈ રહી હોવાના દ્રશ્યો સામે આવ્યા છે.
નાના માછીમારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને પ્રશ્ન ઊઠાવવામાં આવી રહ્યો છે કે રાત્રિના અંધારામાં આટલી નજીકથી મોટી બોટો ફેરવતી વખતે જો કોઈ દિવસ ગંભીર ટક્કર થઈ જાય કે નુકસાન થાય, તો ગરીબ માછીમારોના જીવ-જાન અને માલ-સામાનની જવાબદારી કોણ લેશે?
* બોટ માલિક કે એસોસિએશનના પ્રમુખ જવાબદારી લેશે?
માછીમારો સવાલ કરી રહ્યા છે કે જો આવી રીતે તદ્દન નજીકથી બોટ હંકારવાને કારણે કોઈ હોડી ડૂબી જાય કે ગરીબ માછીમારનો જીવ જાય, તો તેની જવાબદારી સંબંધિત બોટવાળા લેશે કે પછી બોટ એસોસિએશનના પ્રમુખ તેની જવાબદારી સ્વીકારશે?
નાના અને ગરીબ માછીમારોની રોજીરોટી અને જીવ બંને જોખમમાં મુકાઈ રહ્યા હોવાથી, તંત્ર તથા માછીમાર એસોસિએશન દ્વારા આ બાબતે તાત્કાલિક કડક પગલાં લેવામાં આવે અને આવી જોખમી રીતે બોટ ચલાવનારાઓ સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી ઉગ્ર માંગ ઊઠી રહી છે.
📲Get App