Politics
*રસાયણશાસ્ત્રમાં The HNSB. Ltd. Science College હિંમતનગરને રાષ્ટ્રીય કક્ષાનો ‘બેસ્ટ પરફોર્મિંગ ઇન્સ્ટિટ્યૂટ’ એવોર્ડ એનાયત**

*****
હિંમતનગર કેળવણી મંડળ સંચાલિત
The HNSB. Ltd. Science College Himatnagar ને ઇન્ડિયન કાઉન્સિલ ઓફ કેમિસ્ટ્રી (ICC) દ્વારા રાષ્ટ્રીય કક્ષાનો પ્રતિષ્ઠિત ‘બેસ્ટ પરફોર્મિંગ ઇન્સ્ટિટ્યૂટ’ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. ઝારખંડના ધનબાદ સ્થિત આઈ.આઈ.ટી. (આઈ.એસ.એમ.) ખાતે યોજાયેલી ઇન્ડિયન કાઉન્સિલ ઓફ કેમિસ્ટ્રીની 45મી કોન્ફરન્સમાં આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ સિદ્ધિથી કોલેજ તથા સમગ્ર હિંમતનગરનું ગૌરવ વધ્યું છે.
ભારતીય રસાયણશાસ્ત્રના પિતા તરીકે ઓળખાતા મહાન વૈજ્ઞાનિક આચાર્ય પ્રફુલ્લચંદ્ર રેની જન્મજયંતીની સમગ્ર દેશમાં ઉજવણી થાય અને તેમના રસાયણશાસ્ત્ર ક્ષેત્રે આપેલા અમૂલ્ય યોગદાનને જનમાનસ સુધી પહોંચાડી શકાય તેવા ઉમદા હેતુથી કોલેજ દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી વિશેષ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આચાર્ય પ્રફુલ્લચંદ્ર રેની જન્મજયંતી નિમિત્તે દર વર્ષે 2 ઓગસ્ટના રોજ ‘રસાયણશાસ્ત્ર દિવસ’ તરીકે ઉજવણી કરવાની પહેલ, તેના વ્યાપક પ્રચાર-પ્રસાર અને જનજાગૃતિના કાર્યમાં કોલેજે સક્રિય ભૂમિકા ભજવી છે.
આ અભિયાન અંતર્ગત વિવિધ શૈક્ષણિક અને પ્રચારાત્મક પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓ, શિક્ષકો તથા સમાજમાં રસાયણશાસ્ત્રના મહત્ત્વ અને તેના પ્રદાન અંગે જાગૃતિ ફેલાવવાના સતત પ્રયાસો કરવામાં આવ્યા છે. કોલેજના આ ત્રણ વર્ષના નોંધપાત્ર, સાતત્યપૂર્ણ અને પ્રશંસનીય યોગદાનને ધ્યાનમાં રાખીને ઇન્ડિયન કાઉન્સિલ ઓફ કેમિસ્ટ્રી દ્વારા આ રાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.
આ ગૌરવપૂર્ણ પ્રસંગે કોલેજના યંગ સાયન્ટિસ્ટ ડૉ. કે. વી. ગોસ્વામી અને ડૉ. એસ. પી. વ્યાસ ધનબાદ ખાતે ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે કોલેજ વતી આ એવોર્ડ સ્વીકાર્યો હતો. ત્યારબાદ આ સન્માન કોલેજના પ્રિન્સિપાલશ્રી ડૉ. પંકજ એસ. પટેલ તથા IQAC ના ચેરમેનશ્રી ડૉ. ઝેડ. એમ. ગઢાવાલાને અર્પણ કરવામાં આવ્યું હતું. સાથે જ આ સન્માન ભારતીય રસાયણશાસ્ત્રના પિતામહ આચાર્ય પ્રફુલ્લચંદ્ર રેને સમર્પિત કરવામાં આવ્યું હતું.
કોલેજની આ સિદ્ધિ બદલ સંસ્થાના પ્રમુખશ્રી. હેમંતભાઈ મહેતા, મંત્રીશ્રી. જીતેન્દ્રભાઈ તથા સમગ્ર ટ્રસ્ટી મંડળ દ્વારા કોલેજ ની સિદ્ધિ બદલ શુભેચ્છા પાઠવી હતી.
****