🔥 ट्रेंडिंग रामगढ़ में बगड़ मेव पी एच सी पर लगा स्... વલસાડમાં ઔરંગા નદીના પુલની ખરાબ હાલત,... હિંમતનગર: પ્રેમ લગ્નની જૂની અદાવતમાં લ... વરસાદથી બંદરરોડની હાલત ખરાબ, વલસાડમાં... भारत बनाम न्यूजीलैंड टी20 फाइनल भारत ने श्रीलंका टेस्ट श्रृंखला के लिए...
01 अग. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ગારિયાધાર TDO ડી વી વ્યાસ ની નિવૃત્તિ : તેમની  સેવાઓને બિરદાવવા ભવ્ય વિદાય સમારંભ | Gariyadhar News
स्थानीय

ગારિયાધાર TDO ડી વી વ્યાસ ની નિવૃત્તિ : તેમની સેવાઓને બિરદાવવા ભવ્ય વિદાય સમારંભ | Gariyadhar News

✍️ रिपोर्टर: Makvana Jaydip 🗓 01 अग. 2026, 02:12 PM 👁 28

ગારિયાધાર તાલુકા વિકાસ અધિકારી શ્રી દીપકભાઈ વ્યાસ (દાદા)ની નિવૃત્તિ નિમિત્તે તાલુકા પંચાયત સભાખંડમાં ભવ્ય વિદાય સમારંભ યોજાયો. કાર્યક્રમમાં મામલતદાર કચેરીના અધિકારીઓ, વિવિધ ગામોના સરપંચો, તાલુકા પંચાયતના કર્મચારીઓ, તલાટી મંત્રીઓ તેમજ શિક્ષકગણ સહિત મોટી સંખ્યામાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

ગારિયાધાર તાલુકા વિકાસ અધિકારી શ્રી દીપકભાઈ વ્યાસ (દાદા)ની નિવૃત્તિ નિમિત્તે ગારિયાધાર તાલુકા પંચાયતના સભાખંડમાં ભાવભર્યો વિદાય સમારંભ યોજાયો.
આ કાર્યક્રમમાં વિવિધ ગામોના સરપંચશ્રીઓ, મામલતદાર કચેરીના નાયબ મામલતદાર, તાલુકા પંચાયતના અધિકારીઓ, તલાટી મંત્રી, વિવિધ શાખાના કર્મચારીઓ તેમજ શિક્ષકગણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને સ્વાગત પ્રવચન સાથે કરવામાં આવી હતી. ઉપસ્થિત મહાનુભાવોએ શ્રી દીપકભાઈ વ્યાસની લાંબી સરકારી સેવાની પ્રશંસા કરી હતી અને તેમની નિષ્ઠા, પારદર્શિતા તથા વિકાસલક્ષી કામગીરીને યાદ કરીને નિવૃત્ત જીવન માટે શુભકામનાઓ પાઠવી હતી.
વિદાય સમારંભ દરમિયાન શાલ ઓઢાડી, સ્મૃતિચિહ્ન અર્પણ કરી અને સન્માન સાથે શ્રી દીપકભાઈ વ્યાસને ભાવભીની વિદાય આપવામાં આવી હતી. કાર્યક્રમના અંતે સૌએ તેમના સુખમય અને સ્વસ્થ નિવૃત્ત જીવનની શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી.
📲Get App