🔥 ट्रेंडिंग त्रिपुरा के मुख्यमंत्री मनीक साहा ने आ... 525 वर्ष पुराना त्रिपुरा सुंदरि मंदिर... ट्रिपुरा ने टीटीएएडीसी क्षेत्रों में ल... हिमाचल के स्कूल ने एडुकेशन AWES पुरस्क... दीपावली पर मानवता की अनूठी मिसाल, मनोज... हिमाचल में एचआरटीसी पेंशनभोगियों ने अन...
08 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

TAT (HS) 2026 પરિણામમાં વિસંગતતાઓ: હ્યુમન રાઇટ્સ ફેડરેશન દ્વારા શિક્ષણ મંત્રીને રજૂઆત..

✍️ रिपोर्टर: એસ એ શિરોયા 🗓 08 नव. 2026, 07:20 PM 👁 33
यहाँ देखें: 📘 Facebook
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ગુજરાત પરીક્ષા બોર્ડ દ્વારા જાહેર કરાયેલ TAT (HS) 2026 પરિણામમાં 70% ઉમેદવારો અનુત્તીર્ણ જાહેર થયા, જેના કારણે હ્યુમન રાઇટ્સ ફેડરેશનએ શિક્ષણ મંત્રી અને SEB ને સત્તાવાર રજૂઆત કરી ન્યાયની માંગ કરી..

TAT (HS) 2026 પરીક્ષાનું પરિણામ જાહેર થયા બાદ, લગભગ 50,000 ઉમેદવારોમાંથી 70% જેટલા અનુત્તીર્ણ જાહેર થયા, જેનાથી પરીક્ષાની મૂલ્યાંકન પદ્ધતિ પર ગંભીર સવાલો ઊભા થયા.પાછલા વર્ષ 2023 ની જેમ પેપર‑1 અને પેપર‑2 ના ગુણ અલગ‑અલગ દર્શાવવાને બદલે માત્ર કુલ માર્ક્સ દર્શાવવામાં આવ્યા, અને અનુભવી શિક્ષકો પણ નાપાસ થવાના કારણે ઉમેદવારોમાં ભારે અસંતોષ ફેલાયો..

હ્યુમન રાઇટ્સ ફેડરેશનની મુખ્ય માંગણીઓમાં તમામ ઉમેદવારોને ચકાસાયેલી મૂળ ઉત્તરવહીઓની નકલ આપવામાં આવે, પરિણામમાં પેપર‑1 અને પેપર‑2 ના ગુણ અલગ‑અલગ દર્શાવવામાં આવે, તટસ્થ સમિતિ દ્વારા તમામ પેપરોનું પારદર્શક પુનઃ મૂલ્યાંકન કરવામાં આવે અને યોગ્ય ચકાસણી બાદ સાચા ગુણ સાથે સુધારેલું પરિણામ જાહેર કરવામાં આવે.હજારો શિક્ષક ઉમેદવારોની મહેનતને ધ્યાને લઈ, શિક્ષણ વિભાગને તાત્કાલિક યોગ્ય નિર્ણય લેવા વિનંતી કરવામાં આવી છે.
📲Get App