🔥 TRENDING சேலத்தில் கொட்டிய கனமழையால் சாலைகளில்... ਮਾਨਸਾ ਮੋਰਚਾ ਤੇ ਸਰਕਾਰ, ਸਹਿਮਤ ..... Two Army Troops Killed When Truck Fall... Ranveer Singh's 'Ramayana Vs Dhurandha... Surabhi Das Pays Tribute at Maa Kamakh... Koffee With Karan 9: Kareena & Saif Ep...
05 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Tadkeshwar પોલીસ સ્ટેશનમાં નૌગામા ગામની જુગારધામ પર છાપો, 8 જુગારીઓ પકડાયા
Local

Tadkeshwar પોલીસ સ્ટેશનમાં નૌગામા ગામની જુગારધામ પર છાપો, 8 જુગારીઓ પકડાયા

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 16 Sep 2026, 03:18 PM 👁 76
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

Tadkeshwar પોલીસ સ્ટેશન વિસ્તારમાં નૌગામા ગામની સીમમાં ચાલતા જુગારધામ પર પોલીસ છાપો માર્યો, 8 જુગારીઓને રંગેહાથ પકડ્યા અને 4 ફરાર થયા. કુલ 3.19 લાખ રૂપિયા કરતાં વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો.

પોલીસે અરેઠ તાલુકાના તડકેશ્વર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નૌગામા ગામની સીમમાં જાહેરમાં ચાલતા જુગારધામ પર છાપો માર્યો, જેમાં 8 જુગારીઓને રંગેહાથ પકડ્યા અને 4 શખ્સો ફરાર થયા.

પેટ્રોલિંગ દરમિયાન તડકેશ્વર પોલીસ સ્ટાફને બાતમી મળી કે, અરેઠના નૌગામા ગામની સીમમાં વિજયભાઈ પટેલના ખેતર પાસે કેટલાક લોકો ગંજીપાના વડે તીનપત્તીનો જુગાર રમી રહ્યા છે. આ માહિતીના આધારે પોલીસે અચાનક દરોડો પાડ્યો.

પોલીસને જોઈને જુગારીઓમાં નાસભાગ મચી ગઈ, પરંતુ ઘેરાબંધી કરીને પંકજ ધનસુખ પટેલ, ગોમાન જેરામ પટેલ, સતીષ બળવંત પટેલ, અલ્પેશ ભીખા પટેલ, રાજુ ઈશ્વર પટેલ, શૈલેષ જશુ ચૌધરી, નાનુ સુકા પટેલ અને મુકેશ માધુ માહ્યાવંશી (બધા રહે. નૌગામા) ને ઝડપી પાડ્યા. બીજી તરફ, સતીષ મફત પટેલ, નરેશ મહેન્દ્ર પટેલ, નિલેશ ધનસુખ પટેલ અને અંકિત રમેશ પટેલ સ્થળ પરથી ફરાર થઈ ગયા.

દરોડા દરમિયાન પોલીસે દાવ પરથી અને અંગજડતીમાંથી રોકડા 19,290 રૂપિયા, 35,000 રૂપિયાની કિંમતના 7 મોબાઈલ ફોન અને 2.65 લાખ રૂપિયાની કિંમતના 8 ટુ-વ્હીલર વાહનો મળી કુલ 3,19,290 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો.

પોલીસે ઝડપાયેલા તમામ આરોપીઓ સામે ગુનો નોંધાવીને વધુ તપાસ PI અજય રાઠોડ કરી રહ્યા છે.
📲Get App