🔥 TRENDING ਸ਼੍ਰੀ ਮੁਕਤਸਰ ਸਾਹਿਬ 'ਚ ਮਾਂ-ਧੀ ਨਾਲ ਹਾ.ਦਸ... દિહોર ગામમાં ગટરના પાણીની સમસ્યા: સામા... Gujarat Court Condemns Police for Hold... Gujarat Leaders Strengthen BJP’s Natio... Gujarat Officials Accused of Setting U... Karnataka Regulator Unveils Proposed R...
18 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
National

Surat ma chori

✍️ Reporter: Borad Bhavin Maheshbhai 🗓 18 Aug 2026, 08:42 AM 👁 20
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સુરત શહેરની સારોલી પોલીસે આંતરરાજ્ય મંદિર ચોરીના ગુનાઓમાં મોટી સફળતા મેળવી છે. કર્ણાટક રાજ્યના અલગ અલગ ત્રણ જિલ્લાનાં ચાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી મંદિર ચોરીના ગુનાઓને ગણતરીના દિવસોમાં ઉકેલી બે આરોપીઓને ઝડપી પાડયા છે.

પોલીસે ભુરજીભાઇ ખેમચંદભાઇ ઉર્ફે કેમચંદભાઇ મખોડીયા (ઉ.વ. ૪૪) તથા વિજયભાઈ બાબુભાઈ ગુડીયા (ઉ.વ. ૨૭) ને ઝડપી પાડ્યા હતા. બાતમીના આધારે નિયોલ ચેક પોસ્ટ નજીકથી બંને આરોપીઓને પકડી લેવામાં આવ્યા હતા.

આરોપીઓ પાસેથી કુલ ૪૪૧૩.૦૫૦ ગ્રામ ચાંદીના દાગીના, જેની અંદાજિત કિંમત ₹૭,૯૮,૦૦૩ ગણાય છે, ઉપરાંત ₹૪૧,૦૦૦ રોકડા અને ૨ મોબાઇલ ફોન મળી કુલ ₹૮,૫૦,૦૦૩ નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

તપાસ દરમિયાન સામે આવ્યું કે આરોપીઓ કર્ણાટકના ચિત્રદુર્ગ, ડાવણગેરે અને હુબલી-ધારવાડ જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મંદિર ચોરીના ગુનાઓમાં સંડોવાયેલા હતા. સારોલી પોલીસે ચાર અનડીટેક્ટ ગુનાઓનો ભેદ ઉકેલી પ્રશંસનીય કામગીરી કરી છે.

આ કામગીરી પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત તથા ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ PI એસ.આર. વેકરિયા અને સર્વેલન્સ ટીમ દ્વારા કરવામાં આવી હતી.
📲Get App