🔥 TRENDING चंडीगढ़ में Digad Breakers और Chandiga... Arunachal Pradesh Announces ₹52,000 Cr... தமிழக வெற்றி கழகத்தில் பாமக இணைந்தால்... આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટ મુન્દ્રા દ્વાર... Jammu Records Highest October Rainfall... J&K LG Says Region Poised to Become Ma...
12 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

સુરતથી દિવાળીમાં વતન જવા રત્નકલાકારો અને શ્રમજીવીઓ માટે ST નિગમ દ્વારા 1600 વધારાની બસો દોડાવશે

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 11 Oct 2026, 11:26 PM 👁 11
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

દિવાળીના તહેવારો દરમિયાન સુરતમાં વસતા રત્નકલાકારો અને શ્રમજીવી પરિવારોને તેમના વતન સરળતાથી પહોંચાડી શકાય તે માટે ST નિગમ દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે.

દિવાળીના તહેવારો નજીક આવતાની સાથે જ સુરતમાં વસતા રત્નકલાકારો અને શ્રમજીવી પરિવારો પોતાના વતન જવા માટેની તૈયારીઓ શરૂ કરી દે છે. આ પરિવારોને મુસાફરીમાં કોઈ તકલીફ ન પડે અને તેઓ સરળતાથી પોતાના ઘરે પહોંચી શકે તે માટે ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (ST નિગમ) દ્વારા આગોતરું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

આયોજન મુજબ, આગામી 4 નવેમ્બરથી 7 નવેમ્બર દરમિયાન સુરતથી રાજ્યના વિવિધ વિસ્તારોમાં 1600 જેટલી વધારાની સ્પેશિયલ બસો દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ બસો ખાસ કરીને એવા વિસ્તારોને જોડશે જ્યાં રત્નકલાકારો અને શ્રમજીવી પરિવારોની સંખ્યા વધુ છે.

ST નિગમ દ્વારા મુસાફરોની માંગને ધ્યાનમાં રાખીને વધુ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જો આ સમયગાળા દરમિયાન મુસાફરોની માંગ અપેક્ષા કરતાં વધુ રહેશે, તો બસોની સંખ્યા 1600 થી વધારીને 2500 સુધી પહોંચાડવા માટે પણ સરકાર સંપૂર્ણપણે તૈયાર છે. આ નિર્ણયથી દિવાળીના તહેવારોમાં વતન જતા હજારો લોકોને મોટી રાહત મળશે.
📲Get App