🔥 ट्रेंडिंग LG monij Sinha visit journalist faza... Vande bharat updat the high speed vand... पनकी पड़ाव पुल की बदहाल स्थिति का सांस... Badh se pidit logo ki madad karna કેપ્ટન સ્મિતના સાહસિક કાર્યને સલામ: ૧૭... गोवा: मुख्यमंत्री डॉ. प्रमोद सावंत ने...
01 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
अपराध

સાબરકાંઠા SOG દ્વારા 997 ગ્રામ ગાંજા સાથે એક ઝડપાયો, 84,885 રૂપિયાનો મુદ્દામાલ કબજે

✍️ रिपोर्टर: Ranjanben Dharmendrbhai Panchal 🗓 01 अक्टू. 2026, 07:02 PM 👁 19
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

નવરાત્રી પર્વ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવાના ભાગરૂપે હાથ ધરાયેલી કામગીરીમાં સાબરકાંઠા SOG પોલીસે મોટી સફળતા મેળવી છે. પોલીસે એક ઈસમ પાસેથી 997 ગ્રામ ગાંજો અને અન્ય મુદ્દામાલ કબજે કર્યો છે.

નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી વિરેન્દ્રસિંહ યાદવ અને પોલીસ અધિક્ષકશ્રી ડૉ.પાર્થરાજસિંહ ગોહિલના નિર્દેશાનુસાર, આગામી નવરાત્રીના તહેવાર દરમિયાન જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા કોઈ અનિચ્છનીય ઘટનાઓ બનતી અટકાવવા માટે એ.ટી.એસ.ચાર્ટર લગત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

આ સૂચનાઓના પગલે, સાબરકાંઠા SOGના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી.એ.એમ.વાળાના માર્ગદર્શન હેઠળ, પોલીસ સબ-ઇન્સ્પેક્ટર શ્રી.કે.યુ.ચૌધરી અને શ્રી.પી.એમ.ઝાલાની રાહબરીમાં SOG સ્ટાફે એ.ટી.એસ.ચાર્ટર લગત કામગીરી શરૂ કરી હતી. દરમિયાન, ASI અનિરૂધ્ધસિંહ શુભેન્દ્રસિંહ અને અ.પો.કોન્સ. કલ્પેશકુમાર કેશવભાઇને ખાનગી બાતમીદાર મારફતે ચોક્કસ બાતમી મળી હતી કે એક ઈસમ બજાજ પ્લેટીના મોટરસાયકલ (રજી.નં. GJ 09 GL 7038) પર મોયદ ગામ તરફથી દલપુર ગામ તરફ જઈ રહ્યો છે અને તેની પાસે માદક પદાર્થ ગાંજો છે. બાતમી મુજબ, રૂપપુરાથી માઢા જતા રોડ પર, મોયદ ગામની સીમમાંથી આ ઈસમને રોકવામાં આવ્યો હતો.

પોલીસે જ્યારે મોટરસાયકલ ચાલકની તલાશી લીધી ત્યારે તેની પાસેથી 997.7 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. પોલીસે ગાંજો, મોટરસાયકલ, મોબાઇલ અને આધારકાર્ડ મળી કુલ રૂપિયા 84,885/- નો મુદ્દામાલ કબજે કર્યો છે. ઝડપાયેલા આરોપીની ઓળખ ગજેન્દ્રસિંહ જગતસિંહ ઝાલા, રહે. તાજપુરી, તા. હિંમતનગર, જી. સાબરકાંઠા તરીકે થઈ છે. પોલીસે તેની સામે NDPS એક્ટ મુજબ ગુનો નોંધી વધુ કાર્યવાહી માટે પ્રાંતિજ પોલીસ સ્ટેશનને સોંપ્યો છે.

આરોપી ગજેન્દ્રસિંહ ઝાલાની પૂછપરછ દરમિયાન અમદાવાદ રહેતા લક્ષ્મણ ઉર્ફે લાલા નામનો અન્ય એક શખ્સ આ ગાંજાના વેચાણ સાથે સંકળાયેલો હોવાનું બહાર આવ્યું છે, જેને પોલીસે વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ હાથ ધરી છે. આ કામગીરીમાં PSI શ્રી.કે.યુ.ચૌધરી, ASI અનિરૂધ્ધસિંહ, ASI ધર્મેન્દ્રસિંહ, ASI મનુભાઇ, HC હરપાલસિંહ અને PC કલ્પેશકુમાર સહિતના સ્ટાફે મહત્વની ભૂમિકા ભજવી હતી.
📲Get App